Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

પરાબજારમાં મ.ન.પા. તંત્ર ત્રાટકયું : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૧૨ રેકડી જપ્ત

વિવિધ વિસ્તારમાં ૨૯ લોકો માસ્ક વિનાના દંડાયા : ૨૯ હજારનો દંડ

રાજકોટ તા. ૨૬ : સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

જે અન્વયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પરાબજારમાંથી ૧૨ રેંકડી જપ્ત કરી હતી અને ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાનો ભંગ બદલ ૨૯ લોકોને ૧-૧ હજારનો દંડ ફટકાર્યો છે.

શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૯ રૂ. ૨૯,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ અને પરા બજાર ખાતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૧૨ રેંકડીઓ જપ્ત કરવામાં આવેલ છે, તેમ મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(2:53 pm IST)