Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજકોટની કેન્સર હોસ્પિટલ સહીત રાજયની ૫ હોસ્પિટલના બિલ્ડીંગ સાવ બિનઉપયોગી

સુરતની કિડની : સ્ટેમ સેલ, વલસાડની નર્સિંગ સ્કૂલ, વગેરેમાં કુલ ૧૯૭ કરોડનો ખર્ચ પરંતુ ઉપયોગના નામે મીંડું

રાજકોટ :સરકાર નવા ઉદ્ઘાટન માટે દોડી દોડી જાય છે પણ જયારે ઉપયોગીતા વાત આવે ત્યારે કેટલીક ચૂક રહી જાય છે કેટ્લુ એવા પ્રોજેકટ હશે કે જે લોકાર્પણ થઈને પણ બિનઉપયોગી પડી હોય, હાલમાં કેગના એક રિપોર્ટ અનુસાર ગુજરાતની હોસ્પિટલો અંગે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કેગનો રિપોર્ટ જણાવે છે કે ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા પસંદ કરાયેલ જિલ્લામાં સબંધિત વપરાશકર્તાઓને પૂર્ણ થયેલ ૮૦ માંથી ૨૬ બિલ્ડીંગ બાંધકામ પૂર્ણ થયાની તારીખથી હસ્તાંતરિત કરવામાં ૧૯ મહિના સુધીનો સમય લેવામાં આવ્યો હતો, જૂન ૨૦૨૦ના સ્થિતિએ ૧૯૭ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા ૫ બિલ્ડીંગો ઉપયોગમાં જ લેવાયા નથી અથવાતો આંશિક રીતે ઉપયોગમાં લેવાય છે.

બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રોજેકટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટે જે હેતુ માટે બિલ્ડીંગ બંધાયું હોય અને સરકરની સંસ્થાનું બિલ્ડીંગ હોય તે સંસ્થાને જે તે હેતુના વપરાશ માટે બિલ્ડીંગ સોંપવાનું હોય છે પરંતુ કેગના રિપોર્ટ મુજબ રાજયની પાંચ હોસ્પિટલ સંસ્થા બાંધકામ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી બિનઉપયોગી પડી છે જેમાં ૫૭.૮૬ કરોડને ખર્ચે બંધાયેલી સુરતની સ્ટેમ સેલ ઇન્સ્ટિટ્યૂટ કે જે ઓગસ્ટ ૨૦૧૫દ્મક વપરાશ માં નથી હાલ સુધાર આબાદ મકાનને જનરલ હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવાનું નક્કી થયું હતું પરંતુ હજુ તે પણ થયું નથી આ ઉપરાંત સુરતની ૫૫.૫૭ કરોડને ખર્ચે બનેલી કિડની હોસ્પિટલ ડિસેમ્બર ૨૦૧૫થી વપરાશમાં નથી સુધારા બાદ આ બિલ્ડિંગને પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાનાર હતી પરંતુ જૂન ૨૦૨૦ સુધી તેનો પણ અમલ થયો નથી રાજકોટમાં ૫૨.૫૬ કરોડને ખર્ચે બનેલી કેન્સર હોસ્પિટલ એપ્રિલ ૨૦૧૬થી વપરાશ નથી મકાનનો ૨૦% ઉપયોગ અન્ય કામ માટે થયો હતો પરંતુ સ્ટાફની નિમણુંક ન થવા સાથે સુવિધાઓ પણ ન હોવાથી ૨૪ કલાકની ઇન્ડોર સેવાઓ દર્દીઓ માટે કાર્યરત ન હતી. તો વલસાડમાં ૧૯.૨૮ કરોડને ખર્ચે બનેલી નર્સિંગ સ્કૂલ જૂન ૨૦૧૨થી વપરાશમાં નથી. મેડિકલ કોલેજ દ્વારા જુલાઈ ૨૦૧૨ અને જુલાઈ ૨૦૧૭ વચ્ચે બિલ્ડીંગ હંગામી ધોરણે ઉપયોગમાં લેવાયું હતું પરંતુ ત્યારબાદ બિલ્ડીંગ વણવપરાયેલું પડ્યું છે હાલમાં કોવિડની સારવારમાં રોકાયેલ સ્ટાફના કવોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં છે. આવા તો ગુજરાતમાં કેટલાય બિલ્ડીંગો હશે કે જે અત્યારે શોભાના ગાંઠિયા સમાન છે. 

(2:51 pm IST)
  • મુંબઇ ડ્રગ્સ પ્રકરણમાં સમતાનગર પાસેથી ડીલેવરી બોયની કરાઇ ધરપકડ : ૧૧ ગ્રામ ચરસ મળ્યું access_time 1:19 pm IST

  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST

  • અમદાવાદની શાહીબાગ એસીબી કચેરી બની સાંસ્કૃતિક સમન્વયની પ્રતિક ગુજરાતની ધાર્મિક-સંસ્કૃતિની ઓળખ આપતા ચિત્રો - મંદિરો તેમજ હેરીટેજ સ્થળો દ્રશ્યોની ફ્રેમો મુકાઇ : આદિવાસી સંસ્કૃતિ-ગીરના સિંહોના તસ્વીરી ઝલકના દર્શન મુલાકાતીઓ કરી શકશો : કચેરીના નવા લુકથી કર્મચારીઓનો કામ કરવાનો જુસ્સો વધશે : પર્યટન સ્થળે આવ્યા હોય તેવો ભાવ મનમાં સર્જાશે access_time 3:05 pm IST