Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજકોટમાં કોરોનાના દર્દીની સારવાર માટે આપતાં રેમડેસીવીર ઈન્જેકશન ના કાળા બજાર કરવાની પેરવી કરતા એક મહિલા સહિત પાંચ શખ્સો ની ધરપકડ

ગોંડલ રોડ શાંતિ કોવિડ હોસ્પીટલ નજીક ઈન્જેકશન દેવા આવતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ તપાસ ના કામે ઈન્જેકશન કબ્જે કર્યા

રાજકોટ : હાલમાં કોરોના મહામારીથી અનેક દર્દીઓ પીસાઈ રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટે રાહત રૂપી એવા રેમડેસીવીર ઈન્જેકશન સરળતાથી મળે અને કોઈ કાળા બજારમાં વધે નહીં તે માટે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા પોલીસ કમિશ્નર ઝોન -1 પ્રવિણ કુમાર મીણાં તેમજ  નાયબ પોલીસ કમિશનર મનોહર સિંહ જાડેજા , અેસીપી ક્રાઈમ ડી.વી.બસીયાએ કડક ચેકીંગ હાથ ધરી આવા તત્વો ને ઝડપી લેવા સૂચના આપી હતી

ઉપરોકત સુચનાને પગલે મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા, ક્રાઈમબ્રાંચના પોલીસ.ઈન્સ ગઢવી, પોલીસ .ઈન્સ રાવલની ટીમ આવા કોરોના દર્દીને સારવારમાં જરૂરી એવા ઈન્જેકશનના કાળાબજાર કરે તે માટે કડક ચેકીંગ ખાનગી રાહે કરી રહયા હતા.

દર‌મિયાન પોલીસ દ્રારા નર્સીગ સ્ટાફ તરીકે નોકરી કરતા ડીકોયર બહેનને આવા ઈન્જેકશનના કાળા બજાર થતાં હોય તો માહિતી આપવા જણાવેલ.

ધરપકડ કરેલા દેવ્યાનીબેન જીતેન્દ્રભાઈ ચાવડા તથા ફિયાન્સ વિશાલ ભુપતભાઇ ગોહેલ રહે લક્ષ્મીનગર ની પૂછપરછ કરતા તેમણે આ ઈન્જેકશન જલારામ હોસ્પિટલ રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત મનોજભાઈ રાઠોડ પાસે થી રૂ. ૧૫,૦૦૦ માં બે ઈન્જેકશન ખરીદયાનું જણાવેલ આમ એક બીજા પાસે થી ખરીદયાનું જણાવેલ.

હાલ પોલીસે આરોપી (૧) દેવ્યાનીબેન ડી/ઓ જીતેન્દ્રભાઇ ચાવડા મોચી ઉવ.૨૦ ધંધો નસીંગ સ્ટાફમા શાંતિ કોવીડ હોસ્પીટલમાં રહે.ગાંધીગ્રામ પ્રજાપતીની વાડીની સામે ભાડેથી રાજકોટ

(૨) વિશાલ ભુપતભાઇ ગોહેલ જાતે-મોચી ઉવ.ર૧ ધંધો પ્રા.નોકરી (ઇલાઇટ ટુલ્સ ગોંડલ રોડ) રહે.લક્ષ્મીનગર શેરી નં-૧, શ્રી બાલવી કૃપા મકાન ખોડીયાર મંદીરની સામે રાજકોટ

(૩) અંકિતભાઇ મનોજભાઇ રાઠોડ જાતે રજપુત ઉવ.૨૧ ધંધો પ્રા. નોકરી રહે. પંચવટી મેઇન રોડ મારૂતી ટ્રાઇવીંગ સ્કુલ ની સામે, પંચવટી સોસાયટી શીવશકિત મકાન, રાજકોટ

(૪) જગદીશભાઇ ઇન્દ્રવદનભાઇ શેઠ જાતે કંસારા ઉવ.૩૭ ધંધો પ્રા. નોકરી રહે. નવલનગર ૩/૧૯ સિલ્વર પાર્ક ગોપાલ કુંજ મકાન, રાજકોટ

(૫) હીમતભાઇ કાળુભાઇ ચાવડા જાતે અનુ. જાતી ઉવ.૨૩ ધંધો પ્રા. નોકરી રહે. નાનામવા રોડ, લક્ષ્મીનગરમેઇન રોડ, પાયલ નોવેલ્ટી ની નીચે, રાજકોટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કામગીરી કરનાર ડી.સી.બી. પો. સ્ટે. ના પો. ઇન્સ. વી. કે. ગઢવી, એસ.ઓ.જી. પો. ઇન્સ. આર. વાય. રાવલ સાહેબ પો.સબ ઇન્સ. વી. જે. જાડેજા, એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નીમાવત, પો. હેડ કોન્સ. મહેન્દ્રસિંહજાડેજા, હીતેન્દ્રસિંહ ઝાલા, પો. કોન્સ. અમીનભાઇ ભલુર, હીરેન્દ્રસિંહ પરમાર તથા મહિલા પો. કોન્સ. તોરલબેન જોષી એ કરી હતી.

(6:26 pm IST)
  • ગુગલનો આજે ૨૨ મો જન્મદિવસ ! ગૂગલે ૮ સપ્ટેમ્બર, 1998 ના રોજ સત્તાવાર રીતે ડેબ્યુ કર્યું હતું, પરંતુ કંપની તેનો જન્મદિવસ આજના દિવસે, ૨૭ સપ્ટેમ્બરના રોજ હંમેશ ઉજવી રહી છે. access_time 5:24 pm IST

  • દિલ્હીમાંથી શુદ્ધ ચરસ ઝડપાયું : દિલ્હી પોલીસે જાહેર કર્યું છે કે નાર્કોટિક્સ સ્કોડે દિલ્હીમાંથી એક ડ્રગ પેડલરને ઝડપી લઇ એક કિલોથી વધુ શુદ્ધ ચરસ ઝડપી લીધેલ છે. access_time 5:05 pm IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી : મુખ્તારને જેલમાંથી મુક્ત કરો નહીં તો 24 કલાકમાં ખતમ કરી નાખશું : ધમકીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ : પોલીસ ચક્રો ગતિમાન : આરોપી હાથવેંતમાં હોવાનો દાવો access_time 12:44 pm IST