Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મગફળી ખરીદીનો બીજો દિવસઃ આજે વધુ ૩પ ખેડૂતો આવ્યાઃ પહેલા દિવસે ૧૧પ૪ કિલો મગફળી ખરીદાઇ

આવતા અઠવાડીયે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઇ જશેઃ ભેજ અંગે દરેક કેન્દ્રો ઉપર માથાકુટ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ શહેર જીલ્લામાં રાજકોટના જુના યાર્ડ સહિત કુલ રર કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી પુરવઠા તંત્ર દ્વારા ચાલી રહી છે, આ વખતે ગયા વર્ષે કરતા ૧પ હજાર વધુ ખેડૂતોની નોંધણી થઇ છે, પરંતુ ખુલ્લા બજારમાં વધુ ભાવોને કારણે રજીસ્ટર થયેલ.

ખેડૂતોને સરકારને મગફળી વહેચવામાં રસ ન હોય, તેવો તાલ સજાર્યો છે, અધુરામાં પુરૂ દરેક કેન્દ્રો પર માંડ ર૦-ર૦ ખેડૂતોને બોલાવાયા હોય, ખેડૂતો નારાજ બન્યા છે, અને ખુલ્લા બજાર તરફ મગફળી વેચવા મજબુર બન્યા છે.

ગઇકાલે પ્રથમ દિવસે રર કેન્દ્રો ઉપર આખો દિવસ દરમિયાન માંડ ૬ર ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા, તંત્રે કુલ ૧૧પ૪ કિલો મગફળીની ખરીદી કરી હતી, જેના નાણા આવતા અઠવાડીયે ખેડુતોના ખાતામાં જમા થઇ જશે.

દરમિયાન મગફળી ખરીદી સમયે અમુક કેન્દ્રો ઉપર ભેજના પ્રમાણ બાબતે ગ્રેડરોની ટીમ અને ખેડૂતો વચ્ચે માથાકુટ થયાની ઘટનાઓ બનતા અધિકારીઓએ દોડવુ પડયું હતું.

દરમિયાન મગફળી ખરીદી સમયે અમુક કેન્દ્રો ઉપર ભેજના પ્રમાણ બાબતે ગ્રેડરોની ટીમ અને ખેડૂતો વચ્ચે માથાકુટ થયાની ઘટનાઓ બનતા અધિકારીઓએ દોડવુ પડયું હતું.

દરમિયાન આજે બીજા દિવસે ખેડૂતોને મોકલાતા એસએમએસમાં વધારો કરાતા આજે બપોરે ૧ર સુધીમાં ૩પથી વધુ ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતાં.

(11:26 am IST)