Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પૂ. ઇન્દુબાઇ મહાસતીજીની ૮૯મી જન્મજયંતિ પ્રસંગે

શનિવારે નાલંદા તિર્થધામ 'ઇન્દુબાઇ સ્વામી શરણં મમઃ' ના નાદથી ગુંજી ઉઠશે

શરદ પૂનમના દિવસે આયોજન : માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત

રાજકોટ : ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા બ.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૮૯મી જન્મજયંતિ પ્રસંગે તા. ૩૧/૧૦ને શરદપૂનમ શનિવારના રોજ રાત્રે ૮ થી ૮:૩૦ સુધી ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમ''ના નાદથી તીર્થધામ ગુંજી ઉઠશે. પૂ. ગુરૂણી મૈયા ખાસ સત્યના ચાહક હતા નવકાર મંત્ર ઉપાસક સાધુના હાડાના સાધ્વીજી હતા કહેવાય છે કે મહાન આત્માનો જન્મ હમેંશા મધ્યરાત્રિએ જ હોય છે. પૂ. ગુરૂણીમૈયાના પણ શરદ પૂનમની રાત્રિના આ ધરતી પર ચરણ પડ્યાં હતા.

તેમના તમામ ગુરૂણી ભકતો તથા શ્રી નાલંદા સકલસંઘ ભાવવંદના કરી ધન્ય બનશે. જેમને શરદપૂનમ આ આયોજનમાં જોડાવવું હોય તમણે શનિવાર રાત્રે ૮ કલાકે નાલંદા તીર્થધામ પહોંચી જવાનું રહેશે. આ પ્રસંગે દાતાઓ-આગેવાનો-શ્રેષ્ઠીવર્યો-ગુરૂણી  ભકતો- સામેલ સેવા મંડળ- સામેલ સહેલી મંડળ- સામેલ સિનીયર સીટીઝન- સામેલ સખી મંડળ- સામેલ સહારા ગ્રુપ ઉપસ્થિત રહી ભાવવંદના કરશે. દરેક વ્યકિતએ માસ્ક પહેરવાનું તથા સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું છે. શાંતિ-શિસ્ત- ડીસીપ્લીન ફરજીયાત છે. મુંગા પશુઓને અનુકુંપાદાન તથા સહાય અપાશે.

શરદપૂનમની રઢીયાળી રાતે નાલંદા તીર્થધામ ''ઇન્દુબાઇ સ્વામી શરણં મંમ''ના નાદથી ગુંજશે. સર્વે ભાઇ-બહેનોને લાભ લેવા વિનંતી કરાઇ છે.

સરકારી ગાઇડલાઇન- માસ્ક- સોશ્યલ ડીસ્ટન્સ ફરજીયાત હોવાનું યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)