Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બાઇકને ચાર-ચાર જણા ટેકો દઇને ઉભા હોઇ સમજાવતાં કેશુભાઇ પરમાર પર હુમલો

થાનના હીરાણામાં બનાવઃ વિરમ સહિતે ધોકા-કુહાડીથી ઘાયલ કરતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૭: થાનગઢના હીરાણા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં કેશુભાઇ ધનાભાઇ પરમાર (કોળી) (ઉ.વ.૪૩)ને પોતાની વાડીએ હતાં ત્યારે વિરમ હેમાભાઇ રંગપરા (કોળી) અને તેના બે ભાઇઓએ માર મારી પાઇપ-કુહાડીથી હુમલો કરી ઇજા કરતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે થાન પોલીસને જાણ કરી હતી. કેશુભાઇના સગા અજયભાઇ પરમારના કહેવા મુજબ વાડીએ બનેવી આવ્યા હોઇ તેણે આડી ઘોડી ચડાવી બાઇક પાર્ક કર્યુ હતું. આ બાઇકના ટેકે વિરમ સહિત ચાર-ચાર જણા ટીંગાણા હોઇ તેને આ રીતે કોઇના બાઇક પર ન ચડી જવાય, વચલી ઘોડી ચડાવીને બેસવું હોય તો બેસાય. તેમ સમજાવતાં ગાળાગાળી કરતાં કેશુભાઇએ ગાળો બોલવાની ના પાડતાં હુમલો કરાયો હતો.

(11:54 am IST)