Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ત્રિવેણી ઘાટ (ત્રંબા)માં સફાઇ અભિયાન

નવરંગ નેચર કલબ - ગ્રામ પંચાયત, ત્રંબા અને ત્રંબકેશ્વર મહાદેવ ત્રિવેણી (ત્રંબા) દ્વારા : ત્રંબા, ત્રિવેણી ઘાટની આજુબાજુના વિસ્તારમાંથી કચરો વિણવામાં આવશેઃ વધુને વધુ લોકોને જોડાવવા અનુરોધ કરતાં વી.ડી. બાલા

રાજકોટઃ નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા ત્રિવેણી ઘાટ (ત્રંબા) ની આજુબાજુના વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.   

  સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આરોગ્યની રીતે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, પૂજય ગાંધી બાપુ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા, આપણાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સમગ્ર ભારત માં સ્વચ્છતા અભિયાન ચલાવે છે, આ અભિયાનને વેગ મળે તે માટે નવરંગ નેચર કલબ – રાજકોટ, ગ્રામ પંચાયત - ત્રંબા અને ત્ર્યંબકેશ્વર મહાદેવ – ત્રિવેણી(ત્રંબા)ના સંયુકત ઉપક્રમે ત્રિવેણી ઘાટની આજુબાજુના વિસ્તાર માંથી પ્લાસ્ટિક વિણવાનું આયોજન કરેલ છે.   આ યુગ માં પ્લાસ્ટિક નો વપરાસ દિવસે દિવસે વધતો જાય છે, સુંદર જગ્યામાં અને ખાસ કરી ને ફરવા લાયક સ્થળો માં ભયંકર રીતે પ્લાસ્ટિક નો કચરો પ્રવાસીઓ/યાત્રિકો નાખતા હોય છે, કઈક આવુજ ત્રિવેણી ઘાટ (ત્રંબા – રાજકોટ) ખાતે થયેલ છે.  ત્રણ નદીના સંગમ ઉપર ગામની બાજુમાં ત્રિવેણી ઘાટ આવેલ છે, સરકાર શ્રીએ વ્યવસ્થિત ઘાટનું નિર્માણ કરી આપેલ છે, પિતૃતર્પણની આ જગ્યાએ ખૂબ જ યાત્રીઓ આવે છે અને પુષ્કળ પ્લાસ્ટિક નાખીને જતાં રહે છે.  તા-૩૧ને શનિવાર ના રોજ સવારે ૯ થી સાંજના ૪ સુધી પ્લાસ્ટિક વિણવાનું અભિયાન થવાનું છે, આ અતિ જરૂરી સેવાકીય કામ માં વધુ માં વધુ લોકો જોડાય તે ખૂબ જ જરૂરી હોય, આ કામ માં જોડાવા માંગતા હોય તેઓએ તા. ૩૧ના રોજ પોતાનું ટિફિન લઈ ત્રિવેણી ઘાટ ત્રંબા (રાજકોટ) પહોંચી જવાનું રહેશે.

  સોસીયલ ડિસટન્સના પાલન સાથે   માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. વધુ વિગત માટે શ્રી વી.ડી. બાલા, પ્રમુખ નવરંગ નેચર કલબ રાજકોટ, મો.૯૪૨૭૫૬૩૮૯૮નો સંપર્ક કરવો.

(2:30 pm IST)