Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વોડ નં. ૧૪માં જુદા જુદા રસ્તા તથા શેરીઓમાં સી.સી.કામ તથા પેવિંગ બ્લોક નંખાશે : ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરમાં વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી મેઈન રોડ, કોઠારીયા કોલોની, લક્ષ્મીવાડી કવાર્ટર વિસ્તાર, લક્ષ્મીવાડીની જુદી જુદી શેરીઓ તથા હાથીખાના વિસ્તારની શેરીઓમાં સી.સી.કામ તથા પેવિંગ બ્લોક નાખવાનું કામ શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયાના  હસ્તે શરૂ કરવામાં આવેલ છે. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર અને વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા તથા કિરણબેન સોરઠીયા, વોર્ડ નં.૧૪ના પ્રભારી નિલેશભાઈ જલુ, વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત તથા વિપુલભાઈ માંખેલા, આ વિસ્તારના કાર્યકરો રાજેશભાઈ ટાંક, હરીભાઈ ચૌહાણ, દિલીપભાઈ સોલંકી, વીરભદ્રસિંહ જાડેજા, નટવરસિંહ સરવૈયા, રવિરાજ રાઠોડ, જયપાલસિંહ જાડેજા, ચેતનભાઈ સોલંકી, રસીલાબેન રાઠોડ સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(2:31 pm IST)