Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આપઘાત - ધમકીના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ર૭: રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના કામે આપઘાતની ફરજ ધમકી આપવાના ગુન્હાની ફરિયાદ અરજદાર તથા અન્ય વિરૂદ્ધ કરવામાં આવેલ જેમાં આ કામના અરજદાર રાજદિપ ચંદુભાઇ પઢીયારે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા મંજુર થયેલ હતી.

બનાવની હકીકત એવી છે કે, એવી રીતે કે આરોપી વિજય નાનજીભાઇના ભત્રીજા રાહુલ પ્રદિપે ફરિયાદીની ફઇ હેમીબેન દેવજીભાઇ કોરડીયાની કુટુંબી છોકરી  દિવ્યા સાથે આંતર જ્ઞાતિય પ્રેમ લગ્ન કરેલ જે મનદુઃખના કારણે હેમીબેન તથા તેના સગા સંબંધીએ રાહુલ પ્રદિપનું ખૂન કરેલ જે મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદના ઘરે અવાર-નવાર આવી ભૂંડાબોલી ગાળો કાઢી કહેલ કે મકાન ખાલી કરી જતા રહેજો તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી, એક બીજાને મદદગારી કરતાં મરણ જનાર અંકિત રણજીતભાઇ ધોળકીયા આરોપીઓની બીકના લીધે આજીડેમ ઓવરફલો પાણીમાં ડૂબી જઇ મરણ ગયા. ઉપરોકત કેસમાં આ કામના આરોપી નં. ૪, રાજદિપભાઇ ચંદુભાઇ પઢીયાર વતી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતાં, સેસન્સ કોર્ટે આરોપી અરજદારના વકીલની દલીલો હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટની ઓથોરીટી રજુ રાખેલ તા. રર-૧૦-ર૦ર૦ના રોજ આ કામના અરજદારને રૂ. ૧પ,૦૦૦/- ના જામીન પર મુકત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી કે. એન. કવૈયા, કે. ડી. ચૌહાણ, આર. એમ. પરમાર, સી. બી. તલાટીયા અને પરેશ કુકાવા રોકાયેલ હતા.

(2:33 pm IST)