Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સરધારમાં રમતાં-રમતાં કૂવામાં પડી જતાં ૭ વર્ષના ટેણીયાનું મોત

મુળ મધ્યપ્રદેશના દંપતિએ લાડકવાયો ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૭: સરધારમાં આવેલી ભરતભાઇ ટોળીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના સુખરામ ખરાડીનો પુત્ર ધનસીંગ (ઉ.વ.૭) રમતો રમતો વાડીના કૂવામાં પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ધનસીંગ તથા બીજા બાળકો સવારે વાડીના કૂવા નજીક રમતાં હતાં ત્યારે અકસ્માતે તે કૂવામાં પડી જતાં શેઢા પર માંડવી વીણતા તેના માતા-પિતાને બીજા બાળકોએ જાણ કરતાં ધનસીંગને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. આજીડેમ પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:33 pm IST)