Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

જુનાગઢની મહિલાનું ઝેરી દવા પીવાથી રાજકોટ સારવારમાં મોત

આપઘાત પાછળનું કારણ અકળ

જુનાગઢ તા. ર૭: જુનાગઢની એક મહિલાનું ઝેરી દવા પીવાથી રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢનાં જોશીપરામાં આવેલ રાધારમણ સોસાયટીમાં રહેતાં કામીનીબેન રાજેશભાઇ કરગથરા (ઉ.વ. ૪૦) નામની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં તેણીનું સારવાર દરમ્યાન મોત થતાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ હતી.

મરનાર મહિલાનાં આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. વિશેષ તપાસ બી ઠડીવીઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એસ. બાબરીયા ચલાવી રહ્યા છે.

(2:34 pm IST)
  • ' પરિવાર સાથે પાકિસ્તાન રહેવા ચાલ્યા જાય મહેબુબા મુફ્તી ' : ટિકિટ ભાડું અમે આપશું : 370 મી કલમ સામે જેઓને વાંધો હોય તેઓ કરાચી જઇ શકે છે : કરજણ મુકામે ચૂંટણી સભામાં ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલનો પ્રહાર access_time 12:35 pm IST

  • બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના હેલીકૉપટર ઉપર ચપ્પલનો ઘા : મુઝફરપુરમાં સભા સંબોધી રહ્યા હતા : 3 આરોપીની ધરપકડ access_time 12:25 pm IST

  • કોઈ મોટી ઉથલપાથલ થઇ આવી રહેલ છે ? યુદ્ધના ભણકારા: ચીને ભારત સાથે મહત્વની સરહદી મંત્રણાઓ અચાનક રદ કરી દેતા અનેકવિધ અટકળો થઈ રહી છે. ચીને છેલ્લા બે દિવસથી સરહદ ઉપર મોટી સંખ્યામાં સૈન્ય બળ પણ વધારી દીધું છે. "ન્યૂઝફર્સ્ટ" access_time 1:09 pm IST