Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કલબ યુવી દ્વારા એન્જલ ગ્રુપના આદ્રોજા પરિવારના આંગણે મા ઉમિયાની ભકિતસભર મહાઆરતી

મા ઉમિયાની આરતીનો લ્હાવો લેતા સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, મહાનુભાવો

રાજકોટઃ શહેરમાં કલબ યુવીની નવરાત્રી મહોત્સવનું છેલ્લા ૧૧ વર્ષથી ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ લોકહિતને ધ્યાને રાખી કલબ યુવી નવરાત્રી મહોત્સવ આ વર્ષે મોકુફ રાખવામાં આવ્યો હતો. પરંતુ, મેટોડા સ્થિત એન્જલ પમ્પસ ખાતે આદ્રોજા પરિવારના સહયોગથી આ વર્ષે નવરાત્રી દરમ્યાન દરરોજ મા ઉમિયાની આરતી પૂજા- અર્ચના સહીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલબ યુવીની પરંપરા મુજબ રાસોત્સવના ગ્રાઉન્ડ પર મા ઉમિયાનાં નયનરમ્ય મંદિરની સ્થાપના કરવામાં આવે છે. રાસોત્સવની શરૂઆત તેમજ પુર્ણ થયા બાદ શ્રી ઉમિયા માતાજીની રોજ આરતી પુજા અર્ચના કરવામાં આવે છે. આ પરંપરાને અનુસરી આ વર્ષે પણ તા.૧૭ ઓકટો. થી ૨૫ ઓકટો. નવરાત્રી દરમ્યાન દરરોજ મા ઉમિયાની આરતી પુજા અર્ચના સહિતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રોજ સાંજે ૭:૩૦ કલાકે સર્વે મિત્રો, પરિવારો, કલબ યુવીના સમાજ શ્રેષ્ઠીઓ પોતાના ફેમીલી સાથે આ આરતીનો લ્હાવો લીધો હતો. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કલબ યુવી દ્વારા એન્જલ ગ્રુપના આદ્રોજા પરિવારના સહયોગથી દ્વારા માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મા ઉમિયાના આઠમાં નોરતે નવચંડી યજ્ઞ તથા મહાઆરતી- પુજાનું આયોજન કરાયું હતુ. આ મહાઆરતીમાં કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, ઉદ્યોગપતિઓ તથા સમાજ શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધો હતો. સમગ્ર નવરાત્રી દરમ્યાન એન્જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજાએ માતાજીની પુજા અર્ચના સહીતનું આયોજન કર્યુ હતુ.

સોશ્યલ ડીસ્ટન્સને ધ્યાને રાખી સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમ્યાન મા ઉમિયાની આરતી પુજનના કાર્યક્રમને સફળ બનાવવા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, ડાયરેકટરો શૈલેષભાઈ માંકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા તથા કાંતીભાઈ ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ ઓગણજા, સંદિપભાઈ માંકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માંકડીયા તથા ૧૦૮ની ટીમે જહેમત ઉઠાવી હતી. તેમ કલબ યુવીના મીડિયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)
  • કોઈ મોટી ઉથલપાથલ થઇ આવી રહેલ છે ? યુદ્ધના ભણકારા: ચીને ભારત સાથે મહત્વની સરહદી મંત્રણાઓ અચાનક રદ કરી દેતા અનેકવિધ અટકળો થઈ રહી છે. ચીને છેલ્લા બે દિવસથી સરહદ ઉપર મોટી સંખ્યામાં સૈન્ય બળ પણ વધારી દીધું છે. "ન્યૂઝફર્સ્ટ" access_time 1:09 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,932 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,45,777 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,26,220 થયા:વધુ 63,572 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 71,98,660 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,19,534 થયો access_time 12:50 am IST

  • પોતાના પુત્રને બદલે મોદીજી વડાપ્રધાન થઇ જતા સોનિયાજી દુઃખી દુઃખી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર લોકતંત્ર ખોખલું કરી નાખવાના કરેલા આક્ષેપો સામે ભાજપનો વળતો પ્રહાર : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા access_time 7:51 pm IST