Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રામનાથપરાથી ચુનારાવાડના પુલ નજીક ધમધમતુ બાંધકામઃ તંત્રને દેખાશે કે આમ જ ચાલતુ રહેશે

પુલની નજીક દારૂ, જુગારની પણ પ્રવૃતિઓ બેફામ ચાલુ હોવાનો ભારે રોષ

રાજકોટઃ અહિંના રામનાથપરા  પોલીસ લાઈનથી ચુનારાવડ તરફ જતાં પુલની નજીક અને પુલની નીચે અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ થઈ રહ્યાનું ચર્ચાય રહ્યું છે. તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રવૃતિ ચાલી રહી છે કે શું? પુલની નીચે મંદિર નજીક આ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. આ ઉપરાંત ચુનારાવાડ પુલની નીચે અને તેની આસપાસ દારૂના અડ્ડા અને જુગાર રમાડતા હોય લોકો કહે છે. સાંજના કે રાત્રીના સમયે આ વિસ્તારમાંથી બહેન, દીકરીઓ અહીંથી નિકળી પણ શકતી ન હોય લોકોમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વોનો ત્રાસ પણ વધતો જઈ રહ્યો છે. આ બાબતે તંત્ર યોગ્ય પગલા લ્યે તેવી લોકમાંગણી ઉઠી હોવાનું પણ બહાર આવ્યુ છે. આ વિસ્તારના કોર્પોરેટર અને જવાબદારોના કાને પણ આ વાત પહોંચાડવામાં આવી રહી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:39 pm IST)