Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મિલાપનગરમાં ડામર રીકાર્પેટ

શહેરના વોર્ડ નં. ૧૦ માં ભાજપના જાગૃત કોર્પોરેટરો અન ેસંગઠનની ટીમ દ્વારા થઇ રહેલ વિકાસકામોના ભાગરૂપે યુનિ.રોડ પર આવેલ મિલાપનગર ખાતે ડામર રી-કાર્પેટનું કામ શરૂ કરાતા મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ મંત્રી હેમાંગભાઇ માકડીયા, વિનુભાઇ વ્યાસ, તારક ગજેરા, વોર્ડ નં. ૯ ના પ્રમુખ પ્રદિપ નિર્મળ, નારણભાઇ આહીર, મિલાપનગર સર્વેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ હસુભાઇ ગણાત્રા તેમજ સ્થાનિક લતાવાસીઓ સુભાષભાઇ રામાણી, ઓધવજીભાઇ ભોરણીયા, સંજયભાઇ ભાયાણી, શૈલેષભાઇ આચાર્ય, હસુભાઇ ચંદારાણા, કિરણબેન હુડા, ક્રિષ્નાબેન અજુડીયા, વિજુબેન બુસા, ભારદ્વાજભાઇ, ભડાણીયાભાઇ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)