Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાજકોટમાં છેલ્લા ૪ વર્ષમાં ૧૧ ટી.પી.સ્કીમો મંજુર

૭ પ્રારંભીક અને ત્રણ ફાઇનલ ટી.પી. સ્કીમો મંજુર થતા રૈયા, મવડી, કોઠારીયા, વાવડીના વિસ્તારોમાં વિકાસ : જનરલ બોર્ડમાં કોર્પોરેટરે પુછેલા પ્રશ્નનો જવાબ રજુ કરતા અધિકારી

રાજકોટ તા. ર૭ :.. વર્તમાન યુગમાં ટી. પી. સ્કીમો એ કોઇપણ શહેરનાં વિકાસની કરોડ રજ્જૂ સમાન કહેવાય છે. આ સ્થીતીમાં રાજકોટમાં છેલ્લા ૪ વર્ષમાં ૧૧ જેટલી ટી. પી. સ્કીમો રાજકોટનાં પનોતા પુત્ર અને રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી સરકારનાં સમયગાળામાં મંજુર થઇ છે.

આ અંગે તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં કોર્પોરેટરે પુછેલા પ્રશ્નનાં જવાબમાં મ. ન. પા.નાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ છેલ્લા ૪ વર્ષમાં રાજય સરકારે રાજકોટની ૧ ડ્રાફટ સ્કીમ, ૭ પ્રારંભિક અને ૩ ફાઇનલ ટી. પી. સ્કીમો મંજૂર કરાયેલ છે.

જેમાં રાજકોટ (૯) ૮-૧૧-૧૭ માં રાજકોટ (૧૩), ૬-૧ર-૧૯ માં, રૈયા (-૧૬) ૭-૭-૧૮ નાં રોજ, રાજકોટ (-૧૯) ૧પ-પ-૧૮ નાં રોજ, નાના મૌવા (ર૦) ર૧-૧-૧૯ નાં રોજ, રૈયા (રર) પ-૪-૧૮ નાં રોજ, મવડી (ર૬) ર૧-૭-ર૦ નાં રોજ, મવડી (ર૭) ર૭-પ-૧૯ નાં રોજ, કોઠારીયા (૧ર) ૧૩-૭-૧૮ નાં રોજ, વાવડી (૧પ) ર૭-પ-૧૯ નાં રોજ ત્થા રૈયા (૩ર) ર૪-૯-૧૮ નાં રોજ એમ અત્યાર સુધીમાં કુલ ૧૧ ટી. પી. સ્કીમો સરકારે મંજૂર કરી છે.

આમ આ ટી. પી. સ્કીમને મંજૂર થતાં રૈયા, વાવડી, કોઠારીયા, નાના મૌવા જેવા વિસ્તારોમાં વિકાસનાં દ્વાર ખૂલ્યા છે. કેમ કે ટી. પી. સ્કીમોને કારણે પહોળા રસ્તા, હોસ્પીટલો, કોમર્શીયલ કોમ્પલેક્ષો, શાળા, રમત-ગમત મેદાનો, રહેણાંક મકાનો આવાસ યોજનાઓ સહિતનાં વિકાસ માટેની અનામત જમીનોનું વ્યવસ્થીત પ્લાનીંગ, ડ્રેનેજ, પાણી વગેરેની ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ લોકોને  ઝડપથી મળે છે. અને તેથી આ વિસ્તારોમાં ઝડપી વિકાસ શકય બને છે.

(3:41 pm IST)