Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટ નવા બસ પોર્ટના તમામ ૨૨ પ્લેટફોર્મ આજથી હાઉસફુલઃ આજથી પોરબંદર તો ૩૦મીથી ભાવનગર લાઈન શરૂ

એસટીમાં ટ્રાફીકમાં પણ જોરદાર વધારોઃ ડેપોની આવક રોજની ૭ લાખ પહોંચી : હવે ઢેબર રોડ ઉપર ટ્રાફીકજામનો પ્રશ્નઃ વોલ્વો, એકસપ્રેસ, લોકલ તમામ બસો આવરી લેવાઈ

રાજકોટ, તા. ૨૮ :. શહેરના ઢેબર રોડ ઉપર ૧૫૦ કરોડના ખર્ચે બનાવાયેલ નવા બસ પોર્ટ ઉપર આજથી પોરબંદર લાઈન તો ૩૦મીથી ભાવનગર લાઈનની બસો શરૂ થતા હવે તમામ ૨૨ પ્લેટફોર્મ હાઉસફુલ બની ગયા છે. રાજકોટથી હવે દરરોજ ૮૫થી વધુ ટ્રીપો ઉપડશે અને આવશે, પરિણામે ઢેબર રોડ ઉપર હવે ટ્રાફીક જામનો પહેલા જેવો જ પ્રશ્ન સર્જાશે.

દરમિયાન અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે નવા બસ પોર્ટ ઉપર વોલ્વો, પ્રિમીયર બસ, એકસપ્રેસ, ગુર્જરનગરી, મીનીબસ, લકઝરી, લોકલ સહિત તમામ બસો આવરી લેવાઈ છે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે નવુ બસ પોર્ટ ફળ્યુ છે. ટ્રાફીકમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજકોટ ડેપોની આવક હવે દરરોજની ૭ લાખ ઉપર પહોંચી છે. ડિવીઝનની આવક પણ ૩૭ લાખને વટાવી ગઈ છે.

(11:40 am IST)