Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સ્કોલરશીપ સાથે શિક્ષણ મેળવવાની તથા રીસર્ચ કરવાની અમૂલ્ય તક

બી.ઇ., એમ.ઇ., બી.ટેક, એમ. ટેક., એમ. એચ. સી. તથા LS/NET/GATE પાસ માટે રીસર્ચ ફેલોશીપઃ ધોરણ ૧ર પાસ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાં છૂટછાટ તથા ગ્રેજયુએશન માટે શિષ્યવૃતિ : કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના બાળકોને ધોરણ ૧૦, ૧ર અથવા તો ૧ર માટે સ્કોલરશીપ

રાજકોટ તા. ર૭ :.. સન્માનજનક કારકિર્દિ બનાવવા માટે હાલના સમયમાં સારૃં અને ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય માનવામાં આવે છે. સોનેરી ભવિષ્ય ઝંખતા યુવક- યુવતીઓ પણ આ વાત સારી રીતે જાણે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ યુવાધનને ઉપયોગી સ્કોલરશીપ - ફેલોશીપ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જતી હોય છે. હાલમાં પણ ધોરણ ૧૦ થી ૧ર માટે, રીસર્ચ કરવા માટે, SAT પરીક્ષા વિગેરે માટે સ્કોલરશીપ ઉપલબ્ધ છે. આ તમામ ઉપર એક નજર કરીએ તો....

 IIT ખડગપુર ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટશીપ ર૦ર૧ અંતર્ગત બી.ટેક ડીગ્રી ધારકોને ફેલોશીપ આપવામાં આવે છે. આ ફેલોશીપ 'લર્નિંગ રીપ્રેઝન્ટેસન્સ ફ્રોમ નેટવર્ક ડેટા (LNN)' નામના પ્રોજેકટ માટે છે.

 - અરજી કરવા માટેની પાત્રતા

બી. ટેક. થઇને ૩ વર્ષનો અનુભવ ધરાવનાર અરજી પાત્ર છે. ઉપરાંત એચ. એસ. (HS) માં ઓછામાં ઓછા ૮પ ટકા અને ટોપ રેન્કીંગમાં રીસર્ચ  એકસપોઝર તથા પબ્લિકેશન્સ હોવા જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૪૦ હજાર રૂપિયા મળશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ર૮-૧-ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/TKD2

 શ્રીરામ કેપીટલ સ્કોલરશીપ ર૦ર૦-ર૧ અંતર્ગત ધોરણ ૯ પાસ કરીને ધોરણ ૧૦, ૧૧ અથવા તો ૧ર માં અભ્યાસ કરતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના બાળકોને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો ઉદેશ્ય પોતાનું શિક્ષણ જાળવી રાખવા જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને સહયોગ આપવાનો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧૦, ૧૧ અથવા તો ૧ર માં અભ્યાસ કરતા અને ૪ લાખ રૂપિયાથી ઓછી પારિવારીક વાર્ષિક આવક ધરાવતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના બાળકો તારીખ ૩૧-૧-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીને ૧પ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

 - અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SCS4

 INMAS-DRDO   સિનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એમ. ટેક./ એમ.ઇ./એમ. એસ. સી. ડીગ્રી-ધારકો પાસેથી ફેલોશીપ માટે અરજીઓ મંગાવે છે. આ ફેલોશીપ D ST પ્રોજેકટ ટાઇટલ 'દિલ્હી NCRની જમીનમાં આવેલ જળસ્ત્રોતોમાં રેડીયોએકિટીવીટી ને ઓળખવી તથા રેડીયોએકિટવ વોટર પ્યોરીફીકેશન માટે ઉપલબ્ધ સાધનોનો વિકાસ કરવો ' માટે આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

૩ર વર્ષથી નીચેની ઉમર ધરાવતા ઉમેદવારો અને જેમની પાસે સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર ડીગ્રી પછી બે વર્ષનો રીસર્ચ કરવાનો અનુભવ હોય અને સાથે-સાથે પર્યાવરણ વિજ્ઞાનમાં પ્રથમ વર્ગમાં એમ. ટેક./એમ.ઇ./ એમ. એસ. સી.ની ડીગ્રી હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારનું ઓછામાં ઓછું એક રીસર્ચ પેપર SCI જર્નલમાં પબ્લિસ થયેલ હોવું જોઇએ. ઉપરાંત LS/NET/GATE નો માન્ય સ્કોર હોવો જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારને માસિક ૩પ હજાર રૂપિયા તથા HRAમળવાપાત્ર થશે. તારીખ ૪-ર-ર૦ર૧ સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SDF7

 IIT (BHU) વારાણસી ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત એમ. એસ. સી. /  બી. ઇ. / બી.ટેક થયેલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવાર 'સ્ટડી ઓફ પોલરીમેટ્રીક પેરામીટર્સ ફ્રોમ લેઝર સ્પેકલ' નામના પ્રોજેકટ ઉપર કામ કરશે.

- અરજી કરવા માટેની પાત્રતા

ર૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા તથા પપ ટકા સાથે એમ. એસ. સી. /  બી. ઇ.  /બી. ટેક અથવા તો તેની સમકક્ષ ડીગ્રી ધરાવનાર અને  NET/GATEપાસ કરનાર ઉમેદવારો તારીખ પ-ર-ર૦ર૧ સુધીમાં માત્ર  ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને માસિક ૩પ હજાર રૂપિયા સુધીની ફેલોશીપ HRA તથા મળવાપાત્ર થશે.

 - અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/BVD3

  કોલેજ બોર્ડ ઇન્ડિયા સ્કોલર્સ પ્રોગ્રામ ર૦ર૦-ર૧ અંતર્ગત તેજસ્વી તથા આર્થિક સહયોગ ઇચ્છતા ધોરણ ૧૧ તથા ૧ર ના વિદ્યાર્થીઓને SAT પરીક્ષા ફીમાં છૂટ આપવામાં આવી રહી છે. SAT પરીક્ષામાં વધુ સારો દેખાવ કરનાર ધોરણ ૧ર ના વિદ્યાર્થીઓને ગ્લોબલ હાયર એજયુકેશન એલાયન્સ ઇન્સ્ટીટયુશન્સમાંથી ગ્રેજયુએશન કરવા માટે સંપૂર્ણ શિષ્યવૃતિ મળશે. આ શિષ્યવૃતિ મેળવવા વિદ્યાર્થીઓએ SAT  પરીક્ષામાં સારો દેખાવ કરવો જરૂરી છે.

- અરજી કરવા માટેની પાત્રતા

વર્ષ ર૦૧૯-ર૦ર૦ માં ભારતમાં રહીને ધોરણ-૧ર માં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ અને  જેઓના પરિવારની વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય તથા પરીક્ષામાં સારો રેન્ક  (૧૩પ૦/૧૬૦૦) મેળવનાર વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિષ્યવૃતિ મેળવવાને પાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૧-ર૦ર૧ છે. ધોરણ ૧૧ તથા ૧ર ના જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી ઓછી હોય, તેઓને SAT પરીક્ષા ફી માં પ૦ થી ૯૦ ટકા સુધીની છૂટછાટ મળી શકે છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/CBI2

 ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણ મેળવવા ઉપયોગી એવી ઘણી બધી સ્કોલરશીપ હાલમાં ઉપલબ્ધ છે. ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન,  આત્મ વિશ્વાસ,હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી  મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. 

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:45 am IST)