Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લોઠડામાં ઘર પાસે સાઇકલ ફેરવતા છોકરાઓના મામલે માથાકુટ થતાં ધોકા ઉડ્યાઃ બે ઘવાયા

મુકેશભાઇ બાવળીયા અને કંચનબેન પરમારને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ

રાજકોટ તા. ૨૮: સરધારના લોઠડા ગામે શેરીમાં સાયકલ ફેરવતા છોકરાઓને સમજાવવા મામલે માથાકુટ થતાં ધોકાથી મારામારી થતાં બે લોકોને ઇજા થઇ હતી.

લોઠડા રહેતાં અને ખેત મજૂરી કરતાં મુકેશભાઇ ખીમાભાઇ બાવળીયા (ઉ.વ.૪૦) પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસે તેની ફરિયાદ પરથી કંચનબેન, મધુબેન, હંસાબેન, દાનાભાઇ પરમારનના બે દિકરા, પાલાભાઇનો દિકરો તેમજ વિશાલ મકવાણા સામે ગુનો નોંધ્યો હતો.

મુકેશભાઇના કહેવા મુજબ તેના ઘર નજીક હુમલો કરનારા લોકોના પરિવારના છોકરાઓ સાઇકલ જેમ તેમ ફેરવતાં હોઇ નાના બાળકોને લાગી જાય તેવો ભય હોઇ આ છોકરાઓને ધીમે સાઇકલ ચલાવવાનું કહેતાં આ છોકરાઓના પરિવારજનો કંચનબેન સહિતનાએ ઉપરાણુ લઇ ઝઘડો કરી ગાળો દઇ ધોકાથી માર મારતાં પોતાને માથા-શરીરે ઇજા થઇ હતી.

સામા પક્ષે કંચનબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.૪૦) પણ પોતાના પર મુન્નાભાઇે હુમલો કર્યાની રાવ સાથે સારવાર લીધી હતી. હેડકોન્સ. એમ. બી. જાડેજાએ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(1:11 pm IST)