Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ-ભારતમાતા પુજન

રાજકોટ : થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલના સહયોગથી સાર્વજનીક સેવા સમીતી, હિન્દુ જાગરણ મંચ, શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજીત રકતદાન કેમ્પમાં જેમાં ર૭ બોટલ લોહી એકત્રીત થયું હતું.  પ્રજાસતાક પર્વ અંતર્ગત  ભારતમાતા પૂજન રાખવામાં આવ્યું હતું.

  આ  પ્રસંગે રાજકોટ શહેર ભાજપ  પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ કુલપતિ વિજયભાઇ દેસાણી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના  પ્રમુખ    વી.પી.વૈશ્વણવ, સેક્રેટરી  નૌતમભાઇ બારસીયા, સૌરાષ્ટ્ર કચ્છના આર.એસ.એસ.ના સંપર્ક  પ્રમુખ રાજુભાઇ માંડલીયા, મોટામોવાના સરપંચ વિજયભાઇ કોરાટ, ભરતભાઇ શીંગાળા, વોર્ડ નં. ૯ના  પ્રમુખ વિક્રમભાઇ પુજારા, સમાજસેવા કેન્દ્રના  પ્રમુખ સોનલબેન ડાંગરીયા, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, નલીનભાઇ તન્ના, સિવીલ હોસ્પીટલના સાઇકીયાટીક વિભાગના વડા ડો. મુકેશભાઇ પટૅલ, ડો. કલ્પેશભાઇ ચાંદ્રાણી, નિલેશભાઇ કોઠારી, એડવોકેટ રક્ષીત કલોલા, વિક્રમસિંહ પરમાર, જીતુભાઇ કાચા, તેજસભાઇ ત્રિવેદી, ચેતનભાઇ દવે (રોજગાર અધિકારી), હસુભાઇ ચંદારાણા, દર્શનભાઇ વ્યાસ (આર.ટી.ઓ. ઇન્સ્પેકટર), મનીષભાઇ પટેલ (આલાપ ગ્રીનસીટી), મીતેષભાઇ ટંકારીયા, જેલાલભાઇ પટેલ, ચમનભાઇ પટેલ, રાજુભાઇ વોરા, તેજસભાઇ વ્યાસ, ધર્મેશભાઇ દવે વિગેરે ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા રાજુભાઇ જુંજા, મંગેશભાઇ દેસાઇ, ડો. રાજુભાઇ ત્રિવેદી, સમીર શાહ, નવીનભાઇ ગોરડીયા, બીપીનભાઇ કેસરીયા, કરણ જુંજા, નીલેષભાઇ લુંભાણી, નેહલભાઇ તેલી, માવજીભાઇ મારૂ, મનહરભાઇ સીરોહા, મેહુલભાઇ મહેતા, જયભાઇ ભાણવડીયા, દિપકભાઇ ત્રીવેદી વગેરે જહેમત ઉઠાવી  હતી.

(3:03 pm IST)