Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં ૪ લાખ ૮૭ હજાર થ્રી લેયર માસ્કની જરૂરીયાત પડશેઃ ૧ લાખ ૩૨ હજાર હેન્ડ ગ્લોવ્ઝના ઓર્ડરો

થર્મલગન, ફેસ શીલ્ડ, એન-૯૫ માસ્ક, લીકવીડશોપ, સેનેટાઈઝર સહિતના ઓર્ડર આપતુ કલેકટર તંત્ર

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટ મહાનગરપાલિકા અને જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી અંગે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. કોરોના કાળ સંદર્ભે જીલ્લા-તાલુકા પંચાયતના ૧૧૫૦થી વધુ મતદાન મથકો માટે માસ્ક, સેનેટાઈઝર, લીકવીડ શોપ, હેન્ડ ગ્લોવ્ઝના જબરા ઓર્ડરો અપાયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

વિગતો મુજબ ૧૩૭૩ થર્મલગન, ૧૯૧૮૧ ફેસશીલ્ડ, ૪ લાખ ૮૭ હજારથી વધુ થ્રી લેયર માસ્ક, ૧૯૯૬૧ એન-૯૫ માસ્ક, ૧૯૮૪૧ હેન્ડ ગ્લોવ્ઝ-પોલીંગ સ્ટાફ માટે, તો ૧ લાખ ૩૨ હજારથી વધુ હેન્ડ ગ્લોવ્ઝ (યુઝ એન્ડ થ્રો)ની જરૂરીયાત પડશે અને તે માટે ઓર્ડરો અપાયા છે. આ ઉપરાંત ૧૪૨૬, લીકવીડ શોપ (સાબુ), ૬૩૬૩ સેનેટાઈઝર સ્પ્રેની બોટલોનું પણ કંપનીને કહેવાયુ છે. તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા (મતદાન સમયે) સંદર્ભે ૩૫૯૭૫ જેટલા સર્કલ-નીશાનીઓ ખાસ કરાશે.

(3:05 pm IST)