Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

માંડા ડુંગર પાસેના ખુની હુમલા કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૮: રાજકોટમાં માંડા ડુંગર વિસ્તારના આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટના બાંધકામ બાબતે થયેલ ખુની હુમલાના આરોપીઓ જયસુખ અરજણભાઇ જોગસવા, રામજી રઘુભાઇ જોગસવા, રતન બચુભાઇ મુંધવા દ્વારા ત્રણ અલગ -અલગ રેગ્યુલર જામીન અરજીઓ રાજકોટના સેશન્સ જજ શ્રી દ્વારા આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ અંગે ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટમાં માંડા ડુંગર વિસ્તારના આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં. ૩ માં જીગ્નેશભાઇ લાખાભાઇ ગોંડલીયાના નામનો પ્લોટ આવેલો છે. જે પ્લોટ અપ્રમાણીક રીતે પચાવવાના બદઇરાદાથી આરોપીઓ જયસુખ અરજણભાઇ જોગસવા, રામજી રઘુભાઇ જોગસવા, રતન બચુભાઇ મુંધવા તથા અન્ય પાંચ આરોપીઓએ નીલેષભાઇ રામજીભાઇ સગપરીયા તથા મયુરભાઇ મગનભાઇ પટેલ ઉપર ખુની હુમલો કરી, ગંભીર ઇજા પહોંચાડેલ જે અંગે આરોપીઓ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં તા. ૧૯/૧ર/ર૦ર૦ના રોજ આઇ.પી.સી. કલમ-૩ર૬, ૩રપ, ૩ર૪, ૩ર૩, પ૦૬(ર), પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એકટ ૧૩પ(૧) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જેમાં આઇ.પી.સી. કલમ-૩૦૭, ૧ર૦(બી)નો ઉમેરો કરવામાં આવેલ હતો.

ફરીયાદ અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશને આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩ર૬, ૩રપ, ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧ર૦(બી) તથા જી.પી. એકટની કલમ ૧૩પ(૧) મુજબના ગુન્હામાં આરોપીઓ જયસુખ અરજણભાઇ જોગસવા, રામજી રઘુભાઇ જોગસવા, રતન બચુભાઇ મુંધવાની ધરપકડ કરી જયુડી. મેજી. સમક્ષ રજુ કરતા જયુડી. મેજી. સાહેબે જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ ફરમાવેલ.

ત્યારબાદ આ કામના આરોપીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા ત્રણ અલગ-અલગ અરજીઓ કરેલ. સદરહું જાીમન અરજીઓમાં સરકારશ્રી તરફે એ.પી.પી. શ્રીની દલીલ તથા મુળ ફરીયાદીના વકીલ શ્રી કિશન એમ. પટેલ દ્વારા લેખીતમાં વાંધા તથા લેખીત દલીલમાં સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના અલગ-અલગ ચુકાદાઓ ટાકેલ જે ધ્યાને લઇને સેશન્સ જજશ્રીએ આરોપીઓ/અરજદારોની ત્રણ અલગ-અલગ જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં સરકારશ્રી તરફે આર. વી. કલોલા, એસ. એન. અત્રી, એ. એ. સોસન તથા મુળ ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, શકિતસિંહ એન. ગોહિલ, ભુપેન્દ્ર ટી. ગોહેલ, આદમશા જી. શાહમદાર રોકાયેલ હતા.

(3:05 pm IST)