Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અનિલ જ્ઞાન મંદિરમાં ધ્વજ વંદન

 સરગમ કલબ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન ચેરીટેબલ ટ્રસ્ટના અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રજાસત્તાક પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનના હસ્તે ધ્વજ વંદન કરાયા બાદ વિદ્યાર્થીઓએ દેશભકિતના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો  રજૂ કર્યા હતા. આ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, આર.કે. યુનિવર્સિટીના ખોડીદાસ પટેલ, સરગમ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા તેમજ  અન્ય કમિટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ અને ભારત માતાકી જયના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠયા હતા. આ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે અને ઈત્તર પ્રવૃતિઓમાં શ્રેષ્ઠતા સાબિત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા  ગુણવંતભાઈ ડેલાવાળા અને  સ્કૂલના પ્રિન્સિપાલ  શ્રીમતી  છાયાબેન દવેના માર્ગદર્શન હેઠળ આશાબેન વ્યાસ, શીતલબેન ડાંગર, નિશાબેન ભટ્ટ, રવિભાઈ દેત્રોજા, બંસરીબેન દવે, ગુંજનબેન દવે, જાગૃતિબેન ગોહિલ, દિવ્યાબેન ભરખડા, રાજેશ્વરીબેન ચૌહાણ, વર્ષાબેન લીંબડ  કુન્તલબેન રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:14 pm IST)