Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

લક્ષ્મીનગર અંડરબ્રિજની કામગીરી ઓગષ્ટમાં પૂર્ણ : સમીક્ષા કરતા ઉદિત અગ્રવાલ

રાજકોટ : આજે તા. ૨૮ના રોજ સવારે લક્ષ્મીનગર અંડરબ્રિજની મુલાકાત દરમિયાન મ્યુનિ. કમિશનરશ્રીએ હાલ ચાલી રહેલા કામોની પ્રગતિ નિહાળી સ્થળ પર જ તેની સમીક્ષા કરી હતી તે વખતની તસ્વીર. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂપિયા ૨૦.૯૧ કરોડ છે. આ કામગીરી ઓગસ્ટ-૨૦૨૧ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. જેમાં હાલ કેરેજ વે (રસ્તો) માટેના બોકસની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ બોકસ પુશિંગ અને એપ્રોચ રોડની કામગીરી હવે કરવામાં આવશે.

(3:16 pm IST)