Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ટ્રાફિક પોલીસે કર્યુ રસ્તાના ખાડા બુરવાનું કામ

ટ્રાફિક શાખાના સ્ટાફે આજી જીઆઇડીસી પાસે વરસાદને કારણે પડી ગયેલા ખુબ મોટા અને ભયજનક બની ગયેલા ખાડા બુરવાની કામગીરી જાતે કરી હતી. હેડકોન્સ. નવિનચંદ્ર પંડિત તથા કોન્સ. વિક્રમભાઇ આહિર અને સાથેના સ્ટાફે ખાડાઓમાં માટી-પથ્થર નાંખી રસ્તો લેવલ કર્યો હતો. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(4:07 pm IST)