Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સિવીલ હોસ્પિટલના સેલરમાં ગંદા પાણી ભરાતા મોટર મૂકી સમસ્યા હલ કરાઇ

બાબૂભાઇ આહીર અને જયંત ઠાકરના પ્રયત્નોથી ઝડપી કામગીરી

રાજકોટ, તા.૨૮: વર્તમાન પરિસ્થિતિમાં વરસાદી વાતાવરણ હોય ખુબજ પાણી આ સિવીલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર સામેના બીલ્ડીંગમાં તળીયે (સેલર)માં ગંદા પાણી ભરાતા, વોટર વર્કસ સમિતિનાં ચેરમેન બાબુભાઇ આહિરને જાણ થતાં તુરત જ રાજકોટ મહાનગરપાલીકા વોટર વર્કસ શાખાનાં તંત્રને દોડાવી કામગીરી શરૂ કરાવી હતી.

આ જગ્યા પર આવેલ ગંદુ પાણી એન્જીન-(મોટર) દ્વારા ખેંચી ઉલેચી પરિસ્થિતીનું નિવારણ લવાયુ હતુ.

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આ સેલરમાં ગંદુ પાણી ભરાતા લીફટ બંધ પડેલ અને જેને કારણે દર્દીઓને છેલ્લા ત્રણ દિવસ ખુબ જ ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડેલ, આ બાબતે હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકરે વોટર વર્કસ સમિતિના ચેરમેન બાબૂભાઇનું ધ્યાન દોર્યુ હતુ.

બાબુભાઇ આહિર અને જયંત ઠાકરે ઉપરોકત પરિસ્થિતીની માહિતી મેળવી તુરંત કામગીરી શરૂ કરાવી આ વિકટ પ્રશ્ન હલ કરાવ્યો હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

(3:00 pm IST)