Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

લેપટોપ અને મોબાઈલની ચીલઝડપ કરનાર રાહુલ દતાણીયા પકડાયો

રાજકોટઃ નાનામવા સર્કલ પાસે એક શખ્સ ચોરાઉ લેપટોપ અને મોબાઈલ વેચવા નિકળ્યો હોવાની માલવીયાનગર પોલીસ મથકના ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઈ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહીતભાઈ કછોટ તથા મહેશભાઈ ચાવડા સહિતે દરોડો પાડી નાનામવા સર્કલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાથી રાહુલ મહેશભાઈ દતાણીયા (ઉ.વ. ૧૯) (રહે. ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે ઝૂપડામાં)ને ચોરાઉ લેપટોપ અને મોબાઈલ ફોન મળી રૂ. ૩૮૦૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં પાંચ દિવસ પહેલા તેણે કોઠારીયા ચોકડી પાસેથી લેપટોપ અને મોબાઈલની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી.

(2:48 pm IST)