Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વોર્ડ નં. ૧૪માં ભકિતનગર વોંકળાની સ્થળ મુલાકાત લેતા કોર્પોરેટરો

હાલની પરિસ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ વોંકળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. તે અંતર્ગત વોર્ડ નં. ૧૪માં આવેલ ભકિતનગર સોસાયટીથી પૂજારા પ્લોટ તરફ જતા વોંકળાની સફાઈ અંગે પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, નિલેશભાઈ જલુ, મુકેશભાઈ મહેતા, ગીરીરાજસિંહ જાડેજા, ભરતભાઈ પરમાર, ધીરૂભાઈ, અમિતભાઈ પરસાણા, સંજયભાઈ, રાજુભાઈ પરમાર, જીતુભાઈ જોષી, ધર્મેશભાઈ નકુમ, હિનાબેન જાની, ઈન્ચા. સીટી એન્જી. કોટક વિગેરેએ સ્થળ મુલાકાત લીધેલ હતી. આ સ્થળ મુલાકાત અંતર્ગત ભકિતનગર સોસાયટીના બહેનોે પણ ઉપસ્થિત રહ્યા હતા. વોંકળાની સફાઈ અંગે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

(3:40 pm IST)
  • ખેડૂતોની ગર્જના : માંગણી નહિ સંતોષાય તો દિલ્હીનો મેઇન હાઇવે જામ કરી દેશું : કૃષિ ખરડાને લઇને ખેડૂતોનો વિરોધ વધી રહ્યો છે : પંજાબ-હરિયાણા-યુપીના ખેડૂતોએ કહ્યું છે કે જો અમારી વાત નહિ સ્વીકારાય તો અમે દિલ્હીનો મુખ્ય હાઇવે જામ કરી દેશું: કાલે મોટાપાયે વિરોધ પ્રદર્શનની તૈયારી થઇ રહી છે access_time 3:19 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST