Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કર્ફયુમાં દારૂ પી બાઇક લઇને નીકળેલા ચાર શખ્સો પકડાયા

રાજકોટ,તા. ૨૮: કોરોના મહામારી અંતર્ગત સરકાર દ્વારા રાત્રી કર્ફયુ જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા તેનો કડક અમલ કરાવી રહી છે. ત્યારે રાત્રે દારૂપી બાઇક પર નિકળેલા ચાર શખ્સોને પકડી લીધા હતા.

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી. પટેલ એએસઆઇ ફીરોજભાઇ, હેડ કોન્સ. મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનીષભાઇ તથા રણજીતસિંહ સહિત રાત્રે ભકિતનગર સર્કલ પાસેથી હિતેશ પોપટભાઇ સરવૈયા (ઉવ. ૨૮) (રહે. આબેડકર નગર)ને જીજે ૧ એફએ ૧૭૨૪ નંબરના બાઇક સાથે કોઠારિયા મેઇન રોડ પરથી જીજે -૩ડીએફ-૨૭૨૫ નંબરના બાઇક પર નીકળેલા કીરીટ ગોરધનભાઇ વાડોદરીયા (રહે. વલ્લભનગર-૨) ને તથા જંગ્લેશ્વર મેઇન રોડ પરથી જીજે -૩એચજી -૫૩૯ નંબરના બાઇક પર નિકળેલા કરણ હેપ્પીભાઇ કતીરા (ઉવ. ૨૪) (રહે. સહકાર મેઇન હસનવાડી શેરી નં. ૪)ને પકડી લીધા હતા. જ્યારે એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ બી.વી.ગોહીલ તથા નરેશભાઇ સહિતે ત્રીકોણબાગ પાસેથી દારૂ પી નીકળેલા કેતન હસમુખરાય ડોડીયા (ઉવ.૪૫) (રહે. લક્ષ્મીવાડી કવાર્ટર )ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:32 pm IST)