Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કર્ફયુનો ૭મો દિવસ

જાહેરનામાનો ભંગ કરવાના ૧૦૩ કેસ

શહેરના ચાર રસ્તા, એન્ટ્રી પોઇન્ટ, જાહેર રસ્તા પર સતત બંદોબસ્ત-પેટ્રોલીંગ

રાજકોટ તા. ૨૮: કોરોનાનું સંક્રમણ અટકાવવા અમલી બનાવાયેલા રાત્રી કર્ફયુેના ૭મા દિવસે પોલીસે જાહેરનામા ભંગના ૧૦૩ કેસ નોંધી કાર્યવાહી કરી હતી. કારણ વગર બહાર નહિ નીકળવા લોકોને પોલીસ સતત સમજાવતી રહે છે. આમ છતાં લોકો નીકળી પડે છે અને પોલીસ કાર્યવાહીનો સામનો કરે છે. ૨૭મીની રાતના ૯થી ૨૮મીની સવારના ૬ સુધી પોલીસે ચાર રસ્તાઓ, એન્ટ્રી પોઇન્ટ તેમજ તમામ જાહેર માર્ગો પર કડક ચેકીંગ, પેટ્રોલીંગ, બંદોબસ્તની કાર્યવાહી કરી હતી. લોકો ઘરમાં સુરક્ષીત રહે તે માટે પોલીસ દ્વારા કર્ફયુ નહિ પણ કેર-ફોર-યુનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.

(2:33 pm IST)