Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગુણવત્તાયુકત શિક્ષણના કોલ સાથે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો હવાલો સંભાળતા કૈલા

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે મુળ મોરબી પંથકના શ્રી બી.એસ. કૈલાએ ચાર્જ સંભાળ્યો છે.

વહીવટીક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી બી.એસ.કૈલાએ અગાઉ ગીર ગઢડા, અમરેલી, જૂનાગઢ, પંચમહાલ સહિતની સ્થળોએ બી.એસ.કૈલાએ ફરજ બજાવી છે.

પદગ્રહણ સમયે રાજકોટના નવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ. કૈલાએ અકિલાને જણાવેલ કે ગુણવત્તાયુકત શિક્ષણને પ્રાથમિકતા આપીશ અને કર્મચારીઓના પ્રશ્નો હકારાત્મકતાથી ઉકેલવા પ્રયત્ન કરાશે.

(3:41 pm IST)