Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજકોટમાં બુધવારે 2 વોર્ડ અને ગુરુવારે 3 વોર્ડનાં અડધા વિસ્તારો તરસ્યા રહેશે: વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૩ પાર્ટનાં ગોંડલરોડનાં વિસ્તરો તથા વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટમાં ઢેબર રોડનાં વિસ્તારોમાં પાણી વિતરણ રહેશે બંધ

રાજકોટ : મહાનગરપાલિકાના ભાદર પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાદર ડેમ પાસે લીલાખા ગામ નજીક ૯૦૦ mm મેઇન લાઇન તેમજ ભાદર ડેમની આઉટ ગોઇંગ લાઇન પર મુકવામા આવેલ ફ્લોમીટરનુ ગાસ્કેટ લીકેજ હોવાથી રીપેરીંગની કામગીરી સબબ તા.૩૦ને  બુધવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોડલ રોડના (વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૩ પાર્ટ) તેમજ તા.૦૧ને ગુરુવારના રોજ ઢેબર રોડ (વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે તેમ મ્યુનિ.કોર્પોરેશનની વોટર વર્કસ શાખાની સતાવાર યાદીમાં જણાવાયું છે 

(8:37 pm IST)