Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સફાઇ કામદારોના સ્વૈચ્છીક રાજીનામાં માટે બોગસ મેડીકલ સર્ટીનું કારસ્તાનઃ કમિશ્નરને ફરીયાદ

વારસદારોને નોકરી અપાવવા માટે ચાલતા કારસ્તાન સામે તપાસ જરૂરી

રાજકોટ તા. ર૯ : મ્યુ.કોર્પોરેશનમાં વારસદારોને નોકરી અપાવવા માટે સફાઇ કામદારોના બોગસ મેડીકલ સર્ટી.નું કારસ્તાન  કેટલાક વગદાર આગેવાનો ચલાવી રહ્યાની ફરીયાદ મહીલા સફાઇ કામદારે મ્યુ.કમિશ્નરને કરતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે ગઇ તા. ર૬ ઓકટોબરે મ્યુ. કોર્પોરેશનના જનરલ રજીસ્ટ્રેશનક વિભાગમાં ઇન્ડવર્ડ નં. ર૬૩૮ થી મહિલા સફાઇ કામદારે મ્યુ.કમિશ્નરને કરેલી લેખીત ફરીયાદમાં જણાવ્યું છે કે બાોગસ મેડીકલ સર્ટી રજુ કરી સ્વૈચ્છીક રાજીનામાના આધારે વારસદારોને નોકરી આપવા માટે અંદાજે ૧૦ થી ૧પ કામદારોએ અરજી કરી છે.આ માટે સમાજના વગદાર આગેવાનોએ એક સર્ટીદીઠ ૩૦ થી ૪૦ હજારનો ખર્ચ લઇ લીધાનો આક્ષેપ ફરીયાદમાં કરાયો છે.

આવા આગેવાનોના નામ જોગ થયેલ આ ફરીયાદ અંગે યોગ્ય તપાસ કરાવી ભરતીના નામે ચાલતા આ કારસ્તાનને ખુલ્લુ પાડવા ફરીયાદમાં જણાવાયું છે.

(2:44 pm IST)