Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજકોટ એસ.ટી. ડીવીઝન આવતા અઠવાડિયાથી દિવાળી તહેવાર સંદર્ભે મુસાફરો માટે ૭૦૦ એકસ્ટ્રા બસ દોડાવશે

કચ્છ-ભુજ-જામનગર-જુનાગઢ-દિવ-દ્વારકા-સોમનાથ માટે ટ્રાફીક પ્રમાણે મુકાશે : રાજકોટ ડેપો ઉપરથી પંચમહાલ અને ગુજરાત બાજુ઼ ૪૦ એકસ્ટ્રા બસો ઉપડશે

રાજકોટ તા. ર૯: રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં ધીમે ધીમે ટ્રાફીક વધી રહ્યો છે, આવક પણ વધી રહી છે, દિવાળી તહેવાર સંદર્ભે એસ.ટી. બસ તરફ લોકોનો ઉત્સાહનો સંચાર છે. દરમિયાન આજે અધીકારી સુત્રોએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, હાલ તો ટ્રાફીક ઠીકઠીક છે, પરંતુ આગામી અઠવાડીયે દિવાળી તહેવારો સંદર્ભે ટ્રાફીકમાં ગરમાવો આવશે, અને અમદાવાદ-પંચમહાલ-સુરત તરફ જવા માટે ધસારો થશે, અને તે સંદર્ભે રાજકોટ એસ.ટી. ડિવીઝન વિવિધ ડેપો ઉપરથી થઇને અંદાજે ૧૦૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવશે જેમાં એકલા રાજકોટ એસ.ટી. ડેપો જ ૪૦ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરી રહ્યું છે. આ ઉપરાંત કચ્છ-ભુજ-જામનગર, દ્વારકા, સોમનાથ, જુનાગઢ, દિવ તરફ પણ ટ્રાફીક મુજબ એકસ્ટ્રા બસો મુકાશે તેમ અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(2:56 pm IST)