Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કાલે રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલઃ કાળો દિવસ મનાવશેઃ બપોરે સૂત્રોચ્ચાર

કાલે BSNLનો ર૦મો સ્થાપના દિવસઃ ૪-જી સેવા-પે-રીવીઝન-પેન્શન-નિયમીત પગાર સહિતના મુદા અંગે લડત

રાજકોટ તા. ૩૦ :.. કાલે ૧લી ઓકટોબરે બીએસએનએલનો ર૦મો સ્થાપના દિવસ છે, અને આ દિવસે જ રાજકોટ સહિત દેશભરમાં દરેક જીલ્લા સર્કલ - તાલુકા ઓફીસો ઉપર બીએસએનએલ.ના હજારો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ પ્રશ્નો અંગે કાળો દિવસ મનાવશે, તથા દેશભરમાં ભૂખ હડતાલનું પણ એલાન અપાયું છે.  કાલે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે, ભુખ હડતાલ કરી, બપોરે ર થી રાા વાગ્યાથી વચ્ચે ઉગ્ર સુત્રોચ્ચાર કરી દેખાવો કરશે.

કર્મચારી આગેવાનોએ  જણાવ્યું હતું કે ૪-જી સેવા શરૂ કરવામાં કેન્દ્ર દ્વારા વિક્ષેપ, ટેન્ડર અંગે વિક્ષેપ, પે-રીવીઝન, પેન્શન, તથા દર મહિને નિયમીત વેતન સહિતની માંગણીઓ સબબ કાલે આંદોલન કરાશે, હાલ બીએસએનએલ રાજકોટ જીલ્લામાં માંડ થોડા ઘણા કર્મચારીઓ છે તે લોકો હડતાલમાં જોડાવાના હોય, તમામ સેવા ઠપ્પ થવાનો ભય સેવાઇ રહ્યો છે.

(11:18 am IST)
  • અંતે અનુરાગ કશ્યપને મુંબઇ પોલીસનું તેડું.. : સુપ્રસિદ્ઘ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ઘ મુંબઈ પોલીસે સમન્સ ઇશ્યુ કરેલ છે અને પહેલી ઓકટોબરે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા કહ્યું છે. તેઓ આવતીકાલે વર્સોવા પોલીસ સમક્ષ હાજર થશે તેમ મનાય છે. અનુરાગ સામે ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપ વિરૂદ્ઘ કોઈ પગલાં નહીં લેતા પાયલ ઘોષ મહારાષ્ટ્રના રાજયપાલને પણ મળી હતી તેણે કહેલ કે છેલ્લા શ્વાસ સુધી હું મને થયેલા અન્યાય વિરૂદ્ઘ લડી લઈશ. access_time 4:09 pm IST

  • મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો સર્ર્જવાની ધમકી આપનાર પિયુષ પુરોહિત નામના યુવકને રાજસ્થાનના પોટા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે : તે રાજસ્થાનના ચુરૂ જીલ્લાનો રહેવાસી છે અને થોડો સમય મુંબઈમાં રહી ચૂકયો છે : પિયુષે મુંબઈની કેટલીક જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી access_time 11:21 am IST

  • બિહારની ચૂંટણીમાં ભાજપના હાલના અનેક ધારાસભ્યોની ટીકીટો કાપવા માટે ભલામણ થઈ છે : મોટો ખળભળાટ : ભાજપના જિલ્લા અધ્યક્ષોએ રાજયના કુલ ૩૦ હાલના વિધાનસભ્યોની ટિકીટો કાપવા ભલામણ કરતાં મોટો ખળભળાટ મચી ગયો છે : આ બધા લોકો ઉપરાંત ગઈ ચૂંટણીમાં ૨૫ થી ૩૦ હજાર મતે હારી ગયેલા ઉમેદવારોને પણ ટીકીટ નહીં આપવા ભલામણ થઈ છે access_time 11:22 am IST