Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે ....?

ભૂલકાઓ બન્યા ગાંધીજી અને કસ્તુરબા

રાજકોટઃ ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચાર યાત્રાનું આયોજન મુલત્વી રાખેલ હોય પરંતુ ગાંધી વિચારયાત્રા સમીતી દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે વિહાન વોરા, ગીત અને ચંચચલ આ બાળકો દ્વારા ગાંધી કસ્તુરબા અને ડોકટરના પાત્રો ભજવી, ગાંધીજી અને કસ્તુરબા પ્રજાને અપીલ કરે છે કે મે પણ ટેસ્ટ કરાવ્યો અને તમે... ? તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન હાથ ધોવા, માસ્ક પહેરવુ સહિતના સંદેશ આપી રહયા છેે.

આયોજનમાં ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કિરીટ ગોેહેલ, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહીત, નિમેષ કેસરીયા, અલ્પેશ ગોહેલ, અલ્પેશ પલાણ, જયપ્રકાશ ફુલારા, રસિક મોરઘરા, અજીત ડોડીયા, સંજય ચૌહાણ, જય દુધૈયા, જય આહિર, રોહીત નિમાવત, ધવલ પડીઆ, મિલન વોરા, ધ્રુમીલ પારેખ, ચંદ્રેશ પરમાર, દિલજીત ચૌહાણ, રાજન સુરૂ વિ. જહેમત ઉઠાવી હતી.

(11:35 am IST)