Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અસહ્ય દર્દ અને દવાખાનાનો ખર્ચ શુ તમે જીરવી શકશો ?

તમને કોણ કહે એ જ સવાલ છે, કારણકે

તમારા માબાપ તમારાથી ડરે છે.

તમને તંત્ર સમજાવે છે.

તમને ડોકટર સલાહ આપે છે.

તમને પોલીસ દંડ કરે છે.

(જોકે દંડ તમારા માબાપે જ ભરવો પડે છે. )

તમે કોઇ નિયમ પાળતા નથી.

તમને તો એવું જ છે કે

- આ રોગ તમને થવાનો જ નથી.

- માસ્ક તો બિકણ હોય તે પ્હેરે

- હવે આ જ new normal છે.

- દંડની તો ઐસી તૈસી

- દંડા મારે તો અત્યાચારની ફરિયાદ કરીશું

જરાક વિચારો.

સરકારે જ લોકડાઉન કર્યું

ને હવે અનલોક પણ કર્યું.

જીવનું જોખમ અને

જીવન જીવવાના આર્થિક આધાર વચ્ચે પસંદગી કરવાની હતી ત્યારે

જીવનનું પલ્લું ભારે હતું.

હવે જીવન નિર્વાહ અગક્ષનો છે ત્યારે

નિયમપાલન કરો તો રોજીરોટી કમાવા

બહાર નીકળી શકાય છે.

તમે પણ મોડી રાત સુધી રખડો છો.

ટોળે મળીને બેસો છો.

પણ આ સમય ખરાબ છે.

તમે જરૂરી નિયમો પાળતા નથી.

કોઇ તમને કૈં કહી શકતું નથી.

નવાઇ તો એની લાગે છે કે

બેરોજગારી ને મોંઘવારી વચ્ચે પણ

આટલા મોટા દંડ ભરવાનું તમને પોસાય છે ?

ખેર,

એ તો તમારી ઇચ્છા. પણ ,

તમારો આ શોખ

તમારો જીવ જોખમમાં નાખી શકે છે.

એય તમારી ઇચ્છા પણ

અસહ્ય દર્દ અને દવાખાનાના ખર્ચ

જીરવી શકશો ?

તમારો જીવ બચાવવા

ખર્ચ તો તમારા પરિવારજને કરવાનો છે,

એ પરિવારજને

કે જેને ચેપ લગાડીને તમે

એમનોય જીવ જોખમમાં મુકવાના છો ! પણ

દર્દ તો તમારે જ સહેવાનું છે.

તમારા પરિવારમાં

કોઇક તો એવું હશે ને

કે જે તમનેય વ્હાલું હોય ?

તો આમ માસ્ક પ્હેર્યા વગર

સાવ કારણ વગર રખડતી વખતે

તમારા ક્ષેમકુશળની પ્રાર્થના કરતો

તમને સાજાનરવા જોઇને દીવો કરતો

કોઇ ચહેરો તમને યાદ આવે કે ?

સમય સારો આવશે જ

ત્યારે ફરી આમ કરજો

પણ અત્યારે તો સમજો !

- કવિ શ્રી તુષાર શુકલ

(11:35 am IST)