Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રામ પાર્કના મંદિરના પટમાં જીમ સંચાલક કનુભાઇ પર ત્રણ ભત્રીજા કરણ, અર્જૂન અને સંજયની ધોકાવાળીઃફ્રેકચર

લાશણકાથી માવતરે આવેલી ભત્રીજીને પરત સાસરે મોકલવા મામલે ભત્રીજાઓએ ડખ્ખો કરી હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૩૦: આજી વસાહત ખોડિયારપરા-૬માં રહેતાં અને જય દ્વારકાધીશ નામે જીમ ચલાવતાં કનુભાઇ વિહાભાઇ ધોળકીયા (ભરવાડ) (ઉ.વ.૪૬) પર રામ પાર્કમાં આવેલા તલસાણીયા દાદાના મંદિરના પટાંગણમાં તેના ત્રણ સગા ભત્રીજા કરણ લક્ષમણભાઇ ભુવા, અર્જુન લક્ષમણભાઇ ભુવા અને સંજય લક્ષમણભાઇ ભુવાએ  ધોકાથી હુમલો કરી વાંસા, પગ, હાથમાં ઘા ફટકારી ફ્રેકચર કરી નાંખતા ફરિયાદ થઇ છે.

આજીડેમ પોલીસે આ મામલે કનુભાઇની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોરો વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૩૨૫, ૪૦૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. કનુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પોતાના બહેન કોમલબેનને સાસરે મોકલવા બાબતે વાતચીત કરવા તલાસાણીયા દાદના મંદિરે ગયા હતાં. આ વખતે ચડભડ થતાં પોતે બહેનને સાસરિયે નહિ મોકલે તેમ કહેતાં કરણ, અર્જૂન અને સંજયએ મળી ધોકાવાળી કરી હતી. હુમલો થતાં કનુભાઇની રૂ. ત્રણ હજારની ઘડીયાળ પણ ખોવાઇ ગઇ હતી. હેડકોન્સ. એમ. બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કનુભાઇના કહેવા મુજબ પોતે જીમ સંચાલક છે. ભત્રીજી (કરણ, અર્જુન, સંજયની બહેન) કોમલ લાશણકા ગામે સાસરે છે. ભત્રીજાઓને ત્યાં તાવા પ્રસાદ હોઇ ત્યાંથી બહેનને તેડાવી હતી. પરંતુ હવે વેવાઇ તેણીને તેડવા આવ્યા છતાં ભત્રીજાઓ બહેનને પાછી મોકલવા ઇચ્છતા ન હોઇ પોતે તેમને સમજાવવા જતાં અને બહેનને સાસરે પરત મોકલી દેવા વાત કરતાં હુમલો થયો હતો.

(12:41 pm IST)