Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વોડાફોન-આઇડીયાની કનેકટીવીટી આખા રાજકોટમાં ખોરવાઇઃ કોઇ અધિકારી-લોકોના ફોન લાગતા નથી

મોટી ટેકનીકલ ખામી સર્જાઇઃ ટાવરથી ટાવર વચ્ચે ફ્રીકવન્સી મળતી ન હોવાનું પ્રાથમિક તારણ

રાજકોટ તા. ૩૦ :.. આજે સવારે ૮ વાગ્યાથી વોડાફોન-આઇડીયાની કનેકટીવીટી   ખોરવાતા હજારો વોડાફોન મોબાઇલ ફોન ધારકોમાં દેકારો મચી ગયો છે, એક પણ કનેકશન મળતું ન હોવાની વ્યાપક ફરીયાદો સવારમાં વોડાફોનના કોલ સેન્ટરમાં ધણધણી ઉઠયાનું જાણવા મળ્યું હતું.

ગુજરાત સરકારના મહેસુલના તમામ અધિકારીઓ પાસે વોડાફોન કનેકશન અપાયા છે, (૯૯૭૮૪ ની સીરીઝ વાળા) એક પણ મોબાઇલ લાગતા ન હતા, સવારે ૧૦-૪પ વાગ્યે પણ આ જ સ્થિતિ હતી, શહેરના એડી. કલેકટર - કલેકટર - ડીડીઓ - તથા અન્ય હાઇલેવલ સેંકડો અધિકારીઓને ફોન લાગતા ન હતા, ફોન સતત એંગે જ બતાવતા હતાં.

સુત્રોએ ઉમેર્યુ હતું કે વોડાફોન - આઇડીયા બંને મર્જ થયા છે, અને આ બંનેમાં મોટી ટેકનીકલ ખામી સર્જાઇ હતી, ટાવર થી ટાવરની ફ્રીકવન્સી પણ મળતી ન હોવાનું પ્રાથમિક કારણ જાણી શકાયું હતું.

(12:43 pm IST)