Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કાલથી મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશનઃ આખો મહીનો નોંધણી કરાવી શકશેઃ રાજકોટ જીલ્લામાં ૧૧ માર્કેટયાર્ડ ઉપર કાર્યવાહી

ગ્રામ્ય લેવલે વીપીઇ મારફત રજીસ્ટ્રેશન કરાશેઃ દરેક કેન્દ્ર ઉપર ૪ અધીકારીઓની ટીમો : મુખ્ય સચિવની ખાસ વીસી યોજાઇઃ એક ખેડુત રપ૦૦ કિલો નોંધાવી શકશે DSOની ''અકિલા'' સાથે વાતચીત : જેમને ૩૩ ટકા નુકશાન છે તે ખેડુત માટે આખો મહીનો રજીસ્ટ્રેશન

રાજકોટ તા. ૩૦ : આવતીકાલથી રાજકોટ સહિત રાજયભરમાં માર્કેટયાડો ઉપર મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થશે, આ માટે આજે રાજયના મુખ્ય સચિવની ઓલ કલેકટર-DSO સાથે ખાસ વીસી યોજાઇ હતી.

વીસી બાદ ''અકિલા'' સાથેની વાતચીતમાં માહિતી આપતા DSO શ્રી પુજા બાવડાએ જણાવ્યું હતું કે હાલથી આખો મહિનો મગફળીનું રજીસ્ટ્રેશન થશે, જેમાં રાજકોટ જીલ્લામાં ૧૧ માર્કેટયાર્ડો ઉપર અને ગ્રામ્ય લેવલે પ૯પ ગામોમાં વીપીઇ મારફત રજીસ્ટ્રેશન થશે, તેમજ ર૦મી તારીખથી મગફળીની ખરીદી શરૂ થશે, અને એ ક ખેડુત પાસેથી વધુમાં વધુ રપ૦૦ કિલો મગફળની ખરીદી થશે.

શ્રી પુજા બાવડાએ જણાવ્યું હતું કે દરેક યાર્ડ ઉપર પુરવઠા નિગમ ગ્રામ સેવક, કલેકટરના કર્મચારી અને યાર્ડના કર્મચારી થઇને કુલ ૪-૪ અધીકારીઓની ટીમ મુકાશે, તથા DSO અને અન્ય અધીકારીઓનું ખાસ સુપરવિઝન રહેશે.

દરમિયાન એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે ખેડુતોને ૩૩ ટકાથી વધુ નુકશાની થઇ છે, અને રાહત પેકેજ જાહેર કરાયું છે, તે લોકો માટે ૩૧ તારીખ સુધી રજીસ્ટ્રેશન થશે.

તેમણે જણાવેલ કે દરેક ગ્રામ પંચાયતના ખાસ વ્યવસ્થા ગોઠવાઇ હોય ખેડુતોને ટોળા સાથે યાર્ડમાં આવવાની જરૂરત નહિ રહે. રાજકોટ યાર્ડમાં રાજકોટ-પડધરી-લોધીકા તાલુકાના ખેડુતોનું અને ગોંડલ ખાતે ગોંડલ-કોટડાસાંગાણી તાલુકાના ખેડુતોનું રજીસ્ટ્રેશન થશે, અન્ય તાલુકામાં તેમના વિસ્તારમાં આવેલ યાર્ડમાં વ્યવસ્થા ગોઠવાઇ છે.

(2:41 pm IST)