Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોમ્પ્યુટર ઓપરેટરોના પ્રશ્નોનો નિકાલ ન થતા 'ઇ ગ્રામ' કામગીરીનો બહિષ્કાર

કાલથી ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયાનો સમય : પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ

રાજકોટ, તા. ૩૦ :  ઇ-ગ્રામ વીસીઇના પ્રશ્નોનું નિરાકરણના આવતા કામગીરીનો બહિષ્કાર કરવા રાજકોટ જિલ્લા ગ્રામ પંચાયતની કોમ્પ્યુટર ઓપરેટર મંડળે એલાન કર્યુ છે. આ અંગે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચર્ચા કરી ઠરાવ કરાયો હતો.

ગુજરાત સરકારની ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઇ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમિશન પર  કામ કરે છે. સરકારશ્રી દ્વારા વીસીઇના હિત માટે પગલા ભરવા જોઇએ પરંતુ વીસીઇના હિત માટે  કોઇ પગલા ભરવાનમાં આવતા અને વીસીઇને કોઇ લાભ કે પગાર ધોરણ બાબતે વિચરણા ના કરતા વીસીઇ મંડળ દ્વારા અવાર-નવાર રજુઆતો કરવા છતાં કોઇ નિરાકરણ કરવામાં આવેલ નથી. તો કા રાજય મંડળ દ્વારા કામનો બહિષ્કાર કરાશે.

હાલમાં કોરોના મહામારીને કારણે વીસીઇ દ્વાર ખેડુતોના ઘસારાના કારણે મગફળી રજીસ્ટેકશન  અને ૩૭૦૦ કરોડ સહાય પેકેજની એટ્રી કરતા વીસીઇ કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે. અગાઉ પીએમકિશાન, કૃષિ સહાય, જન્મ-મરણ વિ. એટ્રી કરેલ હોય ર વર્ષ જેટલો સમય થયો તેમ છતાં હજુ સુધી ચુકવણુ કરવામાં આવેલ નથી. કમિશનના બદલે પગાર તેમજ વીમા કવચ ચુકવવા સહિતની માંગણી છે. આવતીકાલથી વી.સી.ઇ. કામગીરી બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

જિલ્લા પંચાયતે કોમ્પ્યુટર ઓપરેટરોના પ્રશ્ને સહાનુભૂતિથી વિચારવા સરકારને અનુરોધ કરતો ઠરાવ કર્યો હતો.

(2:49 pm IST)