Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સરકારી વીડી ભાડે રાખી માલધારીઓની ગાયોને વિનામૂલ્યે ઘાસચારો : સ્વ. બાબુભાઇનો અનેરો ગૌપ્રેમ

રાજકોટ, તા. ૩૦ : સ્વ. બાબુભાઇ વાંકનો ગૌ-માતા પ્રત્યે અનહદ પ્રેમ હતો

સૌરાષ્ટ્રની કોઇપણ ગૌ-શાળામાં તેઓ ગાયો માટે સૂકો ઘાસચારો નાખતા અને પોતાના જીવન દરમિયાન નવીન વાત તો એ છે લોધિકા તાલુકામાં ચીભડા, દેવગામની, ફોરેસ્ટની હદની વીડી આવે છે, એ વીડીમાં પક્ષુધન માટે કોઇ ઘાસચારાના વેપારી દ્વારા આ વીડી ભાડે રાખી અન્ય માલધારી ભાઇઓને એક પક્ષુ ધન લેખે બે હજારમાં ચરવા માટે આપવામાં આવતી પરંતુ આ વાતની જાણ બાબુભાઇને થતાં તે સરકારી વીડી ભાડે રાખી લોધિકાની આસપાસના ચારણ અને માલધારી તેમજ અન્ય પક્ષુધન રાખનાર માલધારીને વિનામૂલ્યે વાડીમાં ખળ ચરવા માટે આપી અને એક ગૌ-સેવકનું ઉદાહરણ પુરૃં પાડેલ હતું. આ ઉપરાંત લોકડાઉન આશરે ૩પ૦૦ પરિવારોને ઘઉંદાન તેમજ ડુંગળી વિતરણ કરવામાં આવી હતી. એક પરિવારને ૭ કિલોગ્રામ ડુંગળી આપી હતી.આશરે ૩ હજાર થી પણ વધારે આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો.

(3:41 pm IST)