Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ઈન્ફેકશન નિષ્ણાંત તરીકે સ્ટર્લીંગ હોસ્પિટલમાં જોડાતા ડો.કૃતાર્થ કાંજીયા

રાજકોટ, તા. ૩૦ : તાવ અને ઈન્ફેકશનના નિષ્ણાંત ડો. કૃતાર્થ કાંજીયાની સેવા રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. તાવ અને ઈન્ફેકશનના રોગની સારવાર હવે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. સ્ટર્લીંગ હોસ્પિટલના ઝોનલ ડીરેકટર  ઘનશ્યામ ગુસાણીએ જણાવ્યુ છે કે મુંબઈની ધીકતી કમાણી છોડી માદરે વતન દર્દીઓની સેવા માટે રાજકોટ ખાતે ડો.કૃતાર્થ કાંજીયા આવ્યા છે. અત્યાર સુધી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઈન્ફેકશન નિષ્ણાંત નહોતા. જેના કારણે ઈન્ફેકશનની બિમારીમાં અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં સારવાર માટે જવું પડતુ હતું. હવે આ સારવાર ડો.કૃતાર્થ કાંજીયાની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે.

ડો.કૃતાર્થ કાંજીયાએ જણાવ્યુ છે કે લાંબા સમયથી આવતો તાવ, ટી.બી., એચ.આઈ.વી., ન્યુમોનીયા, આઈસીયુમાં થતા ઈન્ફેકશન, ઓપરેશન પછીના ઈન્ફેકશન, મગજ, હૃદય, હાડકા, સાંધાનું ઈન્ફેકશન કેન્સરના દર્દીમા કીમો થેરાપી પછી થતા ઈન્ફેકશન વાયરલ ઈન્ફેકશન જેવા કે કોરોના, સ્વાઈન ફલુ, ચિકન ગુનિયા, ઝેરી કમળો, ડેન્ગ્યુ, સહિતના રોગોમાં ઈન્ફેકશન નિષ્ણાંત ડોકટરની સારવાર કરે છે.

(3:56 pm IST)