Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સ્કોચ એવોર્ડ મેળવવા બદલ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રેન્જ આઇજી સંદિપસિંઘ, કલેકટર રેમ્યા મોહન, રૂરલ એસપી બલરામ મીણાની ઉપસ્થિતિ

રાજકોટ,તા. ૩૦: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમ્યાન જાહેર જનતાની સલામતી અર્થે કાયદો અને વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીના નવતર વિનિયોગ સાથે માનવતાભર્યા જનસેવાના કાર્યો બદલ રાજકોટ પોલિસને સ્કોચગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  રાજકોટ ખાતેની મુલાકાત દરમીયાન પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલને આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રેન્જ આઈ.જી. શ્રી સંદિપ સીંદ્ય, જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

સ્કોચ ગ્રૂપ એભારતની થિંક ટેન્ક છે. જેમાં દેશના વિકાસ-વૃદ્ઘિ આધારિત સામાજિક-આર્થિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. તેના આધારે થયેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને અન્ય લોકોને પ્રેરણા પુરી પાડે છે. સમગ્ર ભારતભરમાંથી કુલ ૪૦૦૦ પોલિસ ડિપાર્ટમેન્ટ તથા વહિવટી તંત્ર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જે પૈકી કુલ ૩૦૦ ઉમેદવાર ટીમોને મેરીટ્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે પૈકી સેમીફાઈનલમાં સમાવેશમાં પસંદ થયેલ ૬૦ ઉમેદવાર ટીમો પૈકી રાજકોટ શહેર પોલીસનેસ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

(12:52 pm IST)