Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરીના ર૧ ભાડુઆત દુકાનદારોએ ટેક્ષ બાબતે તંત્ર સામે બાંયો ચડાવી

ભાડા ચીઠ્ઠીમાં ટેક્ષનો ઉલ્લેખ નથી છતાં ૧૧ ગણુ ટેક્ષબીલ ફટકારાતા વેપારીઓમાં રોષઃ ટેક્ષ માફ કરવા માંગણી : કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીની આગેવાનીમાં આવેદન અપાયું

રાજકોટ, તા., ૩૦: ઢેબર રોડ પર આવેલ મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરી ડો.આંબેડકર ભવનમાં રોડ ઉપર મ.ન.પા.ના બિલ્ડીંગમાં પ૩ વર્ષ જુના ર૧ દુકાનદાર ભાડુઆતોએ મકાનવેરા બાબતે તંત્ર વાહકો સામે બાંયો ચડાવી અને આ દુકાનદારોને ફટકારવામાં આવેલ અસહ્ય મકાન વેરાના બીલ માફ કરવા ડે.કમિશ્નરશ્રીને રજુઆત કરાઇ છે.

આ અંગે ડો.આંબેડકર ભવન શોપ કીપર્સ એસો. દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીની આગેવાનીમાં ડે.કમિશ્નરશ્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે.

કોર્પોરેશનનાં આંબેડકર ભવનની દુકાન નં. ૧ થી ૨૧ ના ટેકસ બાબતે જણાવવાનું કે આ જગ્યાએ કોર્પોરેશનની ૨૧ દુકાનો અંદાજે ત્રેપન (પ૩) વર્ષથી આવેલ છે તે દુકાનોના અમોને આગલા વર્ષ કરતા અંદાજે ૧૧ ગણા ટેકસના બીલ આવેલ છે.

ત્યારે વિનંતી સાથે જણાવવાનું કે અમો કોર્પોરેશનના પ૩ વર્ષ જુના ભાડુઆત છીએ અને સામાનય રીતે ટેકસ ભરવાની જવાબદારી લેન્.ડ બોર્ડની હોય છે. તેમ છતા આગલા વર્ષે અંદાજે રૂ. ૧૩૦૦ થી રૂ. ૧૪૦૦ ના બીલ આવતા હતા. તેની જગ્યાએ અંદાજે રૂા ૧૪૦૦૦જેવી મોટી રકમના બીલ મળ્યા છે જે અસહ્ય છે. ર૦૧૦-ર૦૧૧ માં કોર્પોરેશનની અને પ્રજાની સગવડને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનાં અધિકારીની ઇચ્છાને માન આપીને કોઇ પણ જાતની ભાડા ચીઠ્ઠી ચેંજ કર્યા વગર તથા અમારો પાંચ મહીનાનો ધંધો બંધ રાખીને રોડ પહોળો કરવા માટે પ્રજાની  સગવડને ધ્યાનમાં રાખીને જે તે સમયે અમારી રોજી-રોટી બંધ રાખીને સહકાર આપેલ અને વીસ ફુટ પાછળ કોર્પોરેશનના બિલ્ડીંગમાં જ અમોને દુકાને જુની ભાડાચીઠી પ્રમાણે જ.જુના ભાડુઆત તરીકે જ કોઇ પણ જાતના ચેંજ ભાડા ચીઠીમાં કર્યા વગર જ અમોને પાછળ દુકાનમાં સીફટ કરેલ છે. અને આજના દિવસે પણ અમો કોર્પોરેશનના અંદાજે પચાસ (પ૦) વર્ષ જુના ભાડુઆત છીએ તો આ વધારાના ટેકસમાં ફેરફાર કરીને અમોને ભાડુઆત તરીકે ટેકસ માફી આપવા વિનંતી છે.

કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના આંબેડકર ભવનમાં અમો ર૧ (એકવીસ) દુકાનદારો બહુ જ નાના ધંધાના નાના વેપારીઓ છીએ અને જુના ભાડુઆત તરીકે અમોને હવે પછી ટેકસ માફી આપી અને આ ટેકસની જવાબદારી લેન્ડ લોર્ડ તરીકે કોર્પોરેશન સંભાળી લે તેવી આ એકવીસ નાના વેપારીઓની વિનંતી છે.

જે તે સમયે અંદાજે પચાસ (પ૦) વર્ષ પહેલા આ બધી દુકાનો રાજકોટ બરો મ્યુનીસીપાલીટી પાસેથી અમો લોકોએ હરરાજીમાં (ઓકસનમાં) સુખડીની રકમ આપીને લીધેલી છે અને જે તે સમયની અમારી ભાડાચીઠ્ઠીમાં ટેકસની જવાબદારી  પણ દર્શાવેલ નથી. ત્યારે ટેકસ બાબતમાં અગાઉ રાજકોટ બરો મ્યુનીસીપાલીટી તરફથી ટેકસ માફીના અમોને પત્ર મળેલ છે તો આ બધા મુદાઓને ધ્યાનમાં રાખી ટેક્ષ માફી આપવા માંગ છે.

(3:20 pm IST)