Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બેડી યાર્ડ પાસે રસ્તો ઓળંગી રહેલા ૮ વર્ષના રોહિતનું કાકાની નજર સામે એસટી બસની ઠોકરે ચડતાં મોત

મુળ મધ્યપ્રદેશના કાકો-ભત્રીજો પાણી ભરીને રોડ પસાર કરતાં હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૩૦: બેડી માર્કેટ યાર્ડ પાસે પાણીના ટાંકા પાછળ રહેતાં મુળ એમપી અલીરાજપુરના ભાભરા તાબેના અમનકુવા ગામના ૮ વર્ષનો રોહિત રમેશભાઇ ભયડીયા ગઇકાલે ઘર નજીક રોડ ટપીને સામેની તરફ પાણી ભરવા ગયો હતો. ત્યાંથી પરત આવવા રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે એસટી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર. કે. રાઠોડ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતક રોહિતના પિતા રમેશભાઇ કેદરસિંગ ભયડીયાની ફરિયાદ પરથી એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૩૩૦૬ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

મૃત્યુ પામનાર રોહિત માતા-પિતાનો એક જ પુત્ર અને બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તે રવિવારે સવારે સાડા પાંચેક વાગ્યે કાકા મહેશભાઇ કેદરસિંગ સાથે રોડના સામા કાંઠે પાણી ભરવા ગયો હતો. કાકો ભત્રીજો પરત ઘરે જવા રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કાકાની નજર સામે જ ૮ વર્ષના રોહિતનું એસટી બસની ઠોકરે ચડી જતાં ગળા પર ખભા પર ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતદેહને અંતિમવિધી માટે એમપી વતન લઇ જવાયો હતો. મૃતકના પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. (

(12:49 pm IST)