Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પાંચ મહિના પહેલા પકડાયેલી પડીકીઓમાં નશાકારક દ્રવ્યની હાજરી મળીઃ ગુનો નોંધાયો

એસઓજીએ શ્રીહરિ ઇન્ડસ્ટ્રીમાં યોગેશ પાડલીયાની દૂકાનના જનરલ સ્ટોરમાંથી તરંગ વિજ્યાવટી નામની પડીકીઓ પકડી હતીઃ એનડીપીએસ હેઠળ થોરાળામાં ફરિયાદ

રાજકોટ તા. ૩૦: પાંચ મહિના પહેલા એસઓજીની ટીમે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી શ્રી હરિ દેવા જનરલ સ્ટોર નામની પારસ સોસાયટીના યોગેશ મનસુખભાઇ પાડલીયાની દૂકાનમાંથી તરંગ વિજ્યાવટી નામની ૧૧ પડીકીઓ પકડીઓ પકડી હતી. આ પડીકીની ગોળીઓમાં નશાકારક દ્રવ્ય હોવાની શંકાએ એફએસએલમાં પરિક્ષણમાં મોકલી હતી. તેનો રિપોર્ટ આવતાં અને કેનાબસી નામના સક્રિય ઘટકની હાજરી મળતાં દૂકાનદાર સામે એનડીપીએસ એકટ હેઠળ થોરાળા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

પોલીસ કમિશ્નર સાહેબ મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણુકમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નશાકારક પદાર્થોના વેચાણ વિરૂધ્ધ વેચાણ પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન આપ્યા હોઇ એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી તથા એસ.ઓ.જી. ટીમના પો.હેડ.કોન્સ. મોહીતસિંહ જાડેજા, પ્રદિપણસિંહ ગોહિલ,  કૃષ્ણદેવસિંહ જાડેજા સહિતે શ્રી હરિ દેાવ જનરલ સ્ટોરમાંથી તરંગ વિજયાવટી આયુર્વેદીક ઔષધી નીર્માતા મે. તરંગ ફાર્મા ૧૪-એ વિશ્વકર્મા નગર ઇન્દોર લખેલ માર્કા વાળી નાની નાની ૧૧ પડીકીઓ પેક કરેલી કબ્જે કરી હતી. તેની કિંમત રૂ. રૂ. ૧૧ ગણી કબ્જે કરવામાં આવી હતી. જેને પરિક્ષણ માટે એફએસએલમાં મોકલાઇ હતી. રિપોર્ટમાં નશાકારક દ્રવ્ય હોવાનું જણાવતાં ગુનો દાખલ કરાવાયો છે. પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, મોહિતસિંહ, અનિલસિંહ વધુ તપાસ કરે છે.

(3:37 pm IST)