Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોના વચ્ચે પણ મતદારયાદીમાં નામ સૂધારણા-ઉમેરવા-કમી માટે ધસારોઃ રવિવારે ૧ દિ'માં ૧પર૦૦ ફોર્મ આવ્યા...

કુલ ૮ વિધાનસભા બેઠકમાં ૪૦ થી વધુ BLO ગેહાજરઃ તમામને કાલે નોટીસો ફટકારાશે : કલેકટરે પોતે ગઇકાલે ચેકીંગ કર્યુઃ હવે આવતા રવીવારે ખાસ ત્રીજી ઝુંબેશઃ ચકાસણી-ડેટા એન્ટ્રી પણ શરૂ

કલેકટરે બૂથ ઉપર ચેકીંગ કર્યું તે નજરે પડે છે.

રાજકોટ તા.૩૦ : રાજકોટ શહેર-જીલ્લામાં હાલ કોરોના બેફામ છે, આ બધા વચ્ચે પણ ગઇકાલે રવીવારે શહેર-જીલ્લાના ફુલ રર૬ર મતદાન મથકો ઉપર જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા BLO મારફત મતદારયાદીમાં નામ ઉમેરવા-કમી-સૂધારણા-સ્થળાંતર સહિતના ફોર્મ ભરવા અંગે લોકોનો ભારે ધસારો રહ્યો હતો.

જીલ્લા ચૂંટણી સૂત્રોના જણાવ્યા મુજબ ગયા રવિવાર ૧ર૬૦૦ થી વધુ ફોર્મ આવ્યા હતા, અને ગઇકાલે રવિવારે ૧પર૦૯ થી વધુ ફોર્મ નામ ઉમેરદવા-કમી-સૂધારણા સહિતના ભરાયા છે, આ સાથે તા.૯ થી ર૯ નવેમ્બર સૂધીમાં કુલ ર૭૮૦૯ ફોર્મ ભરાયા છે. જેની ચકાસણી અને ડેટા એન્ટ્રી પણ શરૂ કરી દેવાઇ છે.

ગઇકાલે બૂથ ઉપરની ઝૂંબેશ દરમિયાન કલેકટર શ્રી રેમ્યા મોહને પણ ૮ થી ૧૦ બુથોમાં આકસ્મિક ચેકીંગ કરી જરૂરી સુચનાઓ આપી હતી, આ સમયે નાયબ જીલ્લા ચૂંટણી અધીકારી શ્રી ધાધલ, તથા અન્યો ખાસ હાજર રહ્યા હતા, અમુક બુથમાં કલેકટરશ્રીએ ફોર્મ પણ ચકાસી વિગતો જાણી હતી.

આજ સુધીમાં નામ ઉમેરવા ૧પર૦૩, નામ કમીના પર૮૦, નામ સુધારણાના-૪૯૬૦ તથા સ્થળાંતર અંગેના ર૩૬૬ ફોર્મ ભરાયા છે, સૌથી વધુ નામ ઉમેરવાના ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૩૩પ૩ તો સૌથી ઓછા ગોંડલ બેઠક ઉપર ભરાયા છે.

રાજકોટ શહેરમાં સૌથી વધુ મુખ્યમંત્રીના વિસ્તાર ૬૯-રાજકોટમાં-ર૧૪૧, તો સૌથી ઓછા, દક્ષિણ રાજકોટમાં ૧પ૬ર-ફોર્મ નામ ઉમેરવા અંગે ભરાયાં છે.

ગઇકાલે કુલ રર૩ર બુથમાંથી દરેક વિધાનસભા બેઠકમાં પ થી ૬ બીએલઓ ગેરહાજર રહેતા, કુલ ૪૦ થી વધુ બૂથ લેવલ ઓફીસર ગેરહાજર રહ્યા હોય તે તમામને કાલે નોટીસ ફટકારવા-ખુલાસા પૂછતા પાંત-મામલતદારોને આદેશો કરાયા છે, જો કે આમાંથી અમૂક લગન તો અમૂક કોરોના બીમારી-હોમ કોરોન્ટાઇન બાબતે ગેરહાજર રહ્યા છે.(૬.૧૯)

તા. ૯ નવેમ્બરથી ર૯ નવેમ્બર સુધીમાં આવેલ ફોર્મ

વિધાનસભા બેઠક

ફોર્મ નં. ૬ નામ ઉમેરવા

નામ કમી ફોર્મ

નામ સુધારણા ફોર્મ

સ્થળાંતરના ફોર્મ

કૂલ આપેલ ના ફોર્મ

૬૮-રાજકોટ

ર૧૧૭

૬ર૭

પ૪૩

પ૩૬

૩૮ર૩

૬૯-રાજકોટ

ર૧૪૧

૭૪૮

૬પર

૪૭૭

૪૦૧૮

૭૦-રાજકોટ

૧પ૬ર

૯૪૪

૪ર૮

ર૪૩

૩૧૭૭

૭૧-રાજકોટ

૩૩પ૩

૭૩૬

૯૩૩

૪૧૧

પ૪૩૩

૭ર-જસદણ

૧૧૪ર

૩૧૭

પ૯૧

પ૬

ર૧૦૬

૭૩-ગોંડલ

૧૩૭૯

૭ર૪

૩૬૧

રર૪

ર૬૮૮

૭૪-જેતપુર

૧૭૭૬

૬૦ર

પપ૧

૧૯૪

૩૧ર૩

૭પ-ધોરાજી

૧૭૩૩

પ૮ર

૯૦૧

રરપ

૩૪૪૧

કુલ

૧પર૦૩

પર૮૦

૪૯૬૦

ર૩૬૬

ર૭૮૦૯

(3:46 pm IST)