Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

'પોકેટ કોપ'ની મદદથી શ્રેષ્ઠ કામગીરી બદલ પીએસઆઇ અને હેડ કોન્સ.ને સન્માનીત કરાયા

રાજકોટ : સરકાર દ્વારા છેલ્લા છ વર્ષથી ઇ-ગુજકોપના માધ્યમથી પોલીસ ડીજીટલ રીતે કામગીરી કરી ગુન્હાઓ શોધવામાં તેમજ ગુન્હાઓ અટકાવવા માટે ઉપયોગી થયેલ જે અનુસંધાને સરકાર દ્વારા રાજયના તમામ શહેર અને જીલ્લાઓમાં પોકેટ કોપ મોબાઇલ ઇશ્યુ કરવામાં આવેલ છે જે મોબાઇલથી પાસપોર્ટ વેરીફીકેશન, ખોવાયેલ વ્યકિત શોધવા, આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ શોધવા, વાહન સર્ચ જેવી સુવિધાઓ પોલીસને મળી છે જેના કારણે પોકેટકોપ મોબાઇલ ઘણી લાભદાઇ નીવડયો છે. પોલીસ કમિશનર દ્વારા પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન અને પોકેટ કોપ મોબાઇલનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટેઅવાર-નવાર સુચનાઓ પણ આપવામાં આવતી હોય છે. આ અનુસંધાને બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી તેમજ શરીર સંબંધી ગુન્હાઓને અટકાવવા તેમજ શોધી કાઢવા માટે પીએસઆઇ એમ.એફ. ડામોર સહિતના સ્ટાફ દ્વારા ઓકટોબર માસ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 'ઇ-કોપ ઓફ ધ મન્થ'નો રાજય કક્ષાનું પ્રમાણપત્ર ડીજી શ્રી આશિષ ભાટીયાના હસ્તે પીએસઆઇ એમ.એફ. ડામોર તથા હેડ કોન્સ અજયભાઇ જીવકુભાઇ બસીયાને એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કર્યા હતાં.

(3:47 pm IST)