Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જયનાથ કોવીડ હોસ્પિટલના બીજામાળે આગ : બેથી ત્રણ લોકો ફસાયા : બે મિનિટમાં ભક્તિનગર પોલીસ પહોંચી : ફાયર ફાયટરની ટીમ પણ દોડી : આઠ જ મિનિટમાં 108 ટેક્નિશિયન, કંટ્રોલ રૂમની ક્યુઆરસી ટીમ પહોંચી : દર્દીઓનું રેસ્ક્યુ કરાયું : મોકડ્રિલ યોજાઈ

રાજકોટની કોવીડ હોસ્પિટલમાં લાગેલી આગને પગલે સાવચેતીના ભાગરૂપે ગયત્રીનગરની જયનાથ હોસ્પિટલમાં મોકડ્રિલ કરતી ભક્તિનગર પોલીસ

રાજકોટ :  રાજકોટની ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે શહેરના ગયત્રીનગર વિસ્તારમાં આવેલ  જયનાથ હોસ્પિટલમાં ભક્તિનગર પોલીસે મોકડ્રિલ કરી છે

 સાંજના સમયે યોજાયેલ મોકડ્રિલમાં જયનાથ કોવીડ હોસ્પિટલના ડોક્ટર તરફથી ભક્તિનગર પોલીસ સ્ટેશને જયનાથ હોસ્પિટલના બીજા માળે આગ લાગવાનો બનાવ બન્યો હોવાની અને રૂમમાં બે થી ત્રણ લોકો ફસાયેલા છે એવો કોલ આવ્યો હતો

 ફોન આવ્યાના માત્ર બે મિનિટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી હતી ,હોસ્પિટલ મેઈન રોડ પર આવેલ હોય સૌપ્રથમ હોસ્પિટલ કોર્ડન કરી હતી,હોસ્પિટલમાં નીચે રહેલા માણસોને બહાર કાઢવામાં આવ્યા હતા તુરત જ ફાયર ફાયટની ટિમ અને પોલીસ કન્ટ્રો, રૂમની ક્યુ આર,ટી, ની ટિમ પણ પહોંચી હતી,

 જયનાથ હોસ્પિટલના બીજામાળેથી એક સ્ત્રીને ઇમર્જન્સીમાં સ્ટ્રેચરમાં લિફ્ટની મદદથી નીચે ઉતારેલ જયારે બે પુરુષોને ફાયર ફાયટરના લોકોએ ખભે બેસાડીને નીચે ઉતારેલ હતા જયનાથ હોસ્પિટલમાં અગ્નિશામક યંત્રો,અને સાધનોની તપાસ કરાઈ હતી, અને સારી સ્થિતિમાં જણાયા હતા અગ્નિ શામક યંત્રોનો આગ લગાડી નિરીક્ષણ પણ કરાયું હતું ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા પીપીઈ કીટ પણ તૈયાર રાખવામાં આવી હતી

(8:13 pm IST)