Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રિવોલ્વર બતાવી ધમકી આપતા પોલીસ કમિશ્નર વિગેરેને ફરિયાદ

રાજકોટ,તા. ૩૧: રાજકોટ શહેર કોઠારીયા રોડ ઉપર રહેતા જગદીશભાઇ મનસુખભાઇ આસોડીયાએ ઉછીના લીધેલ પૈસાનો હવાલો લઇ અને પોતાનું અપહરણ કરી ગુનાહીત સાંઠગાંઠ કરી અને ચેકો લખાવી લેવા સંબંધેની ફરિયાદ પોલીસ કમિશનર સહીતના અનેક અધિકારીઓને ફરીયાદ અરજી કરેલ છે.

ફરીયાદીએ જણાવેલ કે તેણે સાડા સતર લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે પાઇપની દુકાન ધરાવનાર શૈલેષ વલ્લભભાઇ પટેલ પાસેથી મેળવેલ આ કેતન દવે તેના માણસોએ તા. ૧૧/૮/૨૦ના સફેલ સ્કોર્પીયો લઇ રીવોલ્ટરવાળા માણસો સાથે આવી બળજબરીથી ચેકો લઇ ગયેલ હતા.

ત્યારબાદ કેતન દવે, શૈલેષનો સાળો અને રીવોલ્ટરવાળો છોકરો ઘરે આવેલ અને ધામ ધમકી આપી અને રીવોલ્વર બતાવી આઇ-૨૦ માં અપહરણ કરી લઇ ગયેલ અને તાલુકા પોલીસ કાલાવડ રોડ શેરીમાં લઇ ગયેલ ત્યાં કોન્સ્ટેબલ અરજણ મોઢવડીયા દ્વારા ધાક ધમકીઓ અને ખોટા ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકીઓ આપી કેતન દવેને લખાણ કરી આપવા દબાણ કરવા લાગેલા હતા. આ સમય દરમ્યાન અમોએ તથા અમારા પત્નિએ અપહરણની કંટ્રોલમાં ફરીયાદ પણ કરેલ હતી.

(3:43 pm IST)